બનાસકાંઠા જીલ્લાની LCBએ ચોરીની બાઇક સાથે એક શખ્સને ધાનેરામાંથી પકડી લીધો

Views 221

ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીની બાઈક સાથે ફરતાં એક ઈસમને બનાસકાંઠાની એલસીબી પોલીસે ઝડપી પાડયો છે. આ ઇસમે રાજસ્થાનમાંથી બાઈકની ચોરી કરી હતી ત્યારબાદ ચોરી કરેલું બાઈક લઈને ધાનેરા ખાતે આવ્યો હતો. અને ધાનેરા વિસ્તારમાં ફરતા ઇસમને બનાસકાંઠાની એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો હતો અને ત્યારબાદ આગળની તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠાની એલ.સી.બી. પોલીસે રાજસ્થાનના સાંચોર પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીનાં ગુનામાં સામેલ ઇસમને બાઈક સાથે ઝડપી પાડ્યો છે. જેમાં એલ.સી.બી. પોલીસ ધાનેરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી. તે દરમિયાન બાતમી હકીકત મેળવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનાનું નંબર પ્લેટ વગરનું બાઈક પોલીસે તપાસ કરતા ચેચીસ નંબર અને એન્જિન નંબર પરથી ઝડપી પાડી સી.આર.પી.સી કલમ મુજબ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ઓખા લુહારને સોપ્યો છે.

રિપોર્ટર – સમા સદ્દામ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *