પાટણના દુધારામપુરાના મહિલા તલાટી કમ મંત્રીને 18 હજારની લાંચ લેતા પાટણની એસીબીએ ઝડપ્યા , સાડા ત્રણ લાખનું બિલ પાસ કરવા માટે માંગી હતી લાંચ

Views 718

પાટણ જીલ્લાનાં દુધારામપૂરા, ખારીવાવડી અને બાદીપુરના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા નામે પુષ્પાબેન પ્રજાપતિને રૂપિયા 18 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા. પાટણની એસીબીની કાર્યવાહીના પગલે લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જેની પાસે પુષ્પાબેને લાંચ માંગી હતી તે ફરિયાદીએ ગામની શાળાઓમાં દીવાલોનું કામ કર્યું હતું. જેનું બિલ લગભગ 3,50,000 રૂપિયાનું હતું. આ બિલની વહીવટી પ્રક્રિયાની સરળતા માટે તલાટી કમ મંત્રી પુષ્પાબેન પ્રજાપતિએ ફરિયાદી પાસેથી 18 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે નાણા ફરિયાદી આપવા માગતા ન હોય તેમણે પાટણની એસીબીનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદીની ફરિયાદ બાદ પાટણ એસીબીએ દુધારામપૂરા ગ્રામ પંચાયત કચેરીમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં મહિલા તલાટી કમ મંત્રી પુષ્પાબેન પ્રજાપતિએ 18 હજાર રૂપિયા લાંચની રકમ સ્વીકારતા જ પાટણની એસીબીએ તેમણે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

રિપોર્ટર – મુરતૃજા આલી સૈયદ

Happy
Happy
0 %
Sad
Sad
50 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *