પાટણની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 48 વર્ષના બોર ઓપરેટર દ્વારા કોઈ કારણોસર હોસ્પીટલના સ્ટાફ ક્વોટર્સમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આત્મહત્યાનું કારણ અકબંધ રહેતા અકસ્માતે મોતનો ગુનો નોંધીને પોલીસે તપાસનો દોર શરૂ કરી દીધો હતો.પાટણની સિવિલ હોસ્પિટલમાં બોર ઓપરેટર તથા ચોકિયાત તરીકે હંગામી ધોરણે નોકરી કરતા નામે અરવિંદકુમાર ચમનલાલ ચૌહાણ જેમની ઉંમર 48 વર્ષની છે, તેમણે રવિવારે બપોરે અઢી વાગે સ્ટાફ ક્વોટર્સમાં અગમ્ય કારણોસર નાયલોનની દોરી વડે ઓસરીના ભાગે લાકડાના દોરીયા ઉપર ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના મામલે તેમના પુત્ર રવિને જાણ થતા આ બાબતે પોલીસને જાણ કરી હતી. આ બનાવને પગલે આખા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે પાટણ શહેર એ-ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આત્મહત્યા મામલે કોઈ કારણ હાલમાં સામે ના આવ્યું હોય તપાસનો દોર શરૂ કરી દીધો છે.
રિપોર્ટર – મુરતૃજા આલી સૈયદ