રાજકોટના ગોંડલમાં પરિણીત પ્રેમિકાના ઘરે યુવાને ગળાફાંસો ખાઈ પોતાનો જીવ દીધો

Views 215

પતિની ગેરહાજરીમાં પ્રેમિકાને મળવા ગયો હતો ત્યારે પ્રેમિકા અને યુવાન વચ્ચે બોલાચાલી થઈ હતી                                        પરિણીતાની જ ઓઢણીનો ગળાફાંસો બનાવી યુવાન લટકી ગયો, પ્રેમિકાએ બચાવવા માટે ફાંસો કાપી નાખ્યો પણ બચ્યો નહીં

    રાજકોટના ગોંડલમાં પાડોશમાં રહેતા એક નેપાળી પરિવારની પરિણીતા સાથે યુવાનની આંખ મળી ગયા પછી મામલો પ્રેમ સબંધમાં પલટાઈ ગયો હતો. આ યુવાન પરિણીતાના પતિની ગેરહાજરીમાં  ઘરે ગયા પછી બોલાચાલી થતાં પરિણીત પ્રેમિકાની જ ઓઢણીનો ગળાફાંસો બનાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો છે. આ બનાવ શંકાસ્પદ હોવાથી યુવાનના મૃતદેહને પોલીસે રાજકોટમાં ફોરેન્સિક પી.એમ કરાવવા મોકલ્યો હતો.
      આ બનાવની વિગત મુજબ ઉમવાડા જકાતનાકા પાસે રહેતા સંદીપ ધનસુખભાઈ સોલંકી ઉ.વ.. ૩૦ ગત રાત્રે ઉમવાડા રોડ પર ભવનાથ સ્ટેશન રોડ પર રહેતી નેપાળી પરિણીતાની ઘરે ગયો હતો. આ પરિણીતા સાથે યુવાનની અગાઉથી જ આંખ મળી ગઈ હતી. તે પરિણીતાને અવારનવાર મળવા જતો હતો. પરિણીતાનો પતિ ફાસ્ટ ફૂડ એકમમાં નોકરી કરે છે. ગઈ કાલે તેની ગેરહાજરીમાં આ યુવાન પરિણીતા પ્રેમિકાને મળવા માટે ગયો હતો. એ વખતે  યુવાન  અને  પરિણીત પ્રેમિકા વચ્ચે બોલાચાલી થઈ હતી.ત્યારેે આવેશમાં આવી જઈ સંદીપે પ્રેમિકાની ઓઢણીનો  ગળાફાંસો બનાવી લટકી ગયો હતો. ત્યારે હેબતાઈ ગયેલી પરિણીતાએ ચૂંદડી કાપી નાખતા તે નીચે પટકાયો હતો, અનેતે મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ પાડોશીએ યુવાનના પિતાને કરી હતી.તેમજ પરિણીતાએ એમના પતિને કરી હતી. એ પછી મૃતક યુવાનના પિતાએ પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી ગઈ હતી.આ બનાવ શંકાસ્પદ લાગતા મૃતક યુવાનના મૃતદેહને ફોરેન્સિક લેબમાં પી.એમ.માટે મોકલ્યો હતો. પોલીસની આકરી પુછપરછ દરમિયાન આ બનાવ આત્મહત્યાનો જ હોવાનું નકકી થયું હતુ. 
     મૃતક યુવાન અપરિણિત હતો. મજુરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો. એમના પરિવારમાં તે એકનો એક પુત્ર હતો. આ ઘટનામાં પતિ, પત્ની ઔર વોહ..મામલામાં આખરે યુવાને જીવ ખોયો હતો.
                                                                                                                                                                                                                                                                                                                                                       અહેવાલ – ઈલા મારૂ 
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *