ઇંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ 4-1થી જીતી લીધી છે. હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું 4-1નો આંકડો તેમની ટીમના પ્રદર્શનની સાચી તસવીર રજૂ નથી કરતું. વિરાટ કોહલી અનુસાર લોર્ડ્સ ટેસ્ટને છોડી દઇએ તો ભારત કોઇ પણ ટેસ્ટમાં એક તરફી નથી હાર્યું. આખી સિરીઝમાં અમારા ખેલાડી નિડર થઇને રમ્યા. અમારી ટીમમાં યોગ્યતા છે, માત્ર અમારે અનુભવ જોઇએ.
માત્ર સ્વાભાવિક રમત બતાવવાનું વિચાર્યુ હતું
અંતિમ દિવસે શું ભારતે મેચ જીતવાનું વિચાર્યુ હતુંના સવાલ પર કોહલીએ કહ્યું, ‘અમારો આવો કોઇ વિચાર નહતો. અમે માત્ર સ્વાભાવિક રમત બતાવવાની યોજના બનાવી હતી. વિરાટે કહ્યું, અમને ખબર હતી કે ઇંગ્લેન્ડ ડ્રો માટે નથી રમતું. ઇંગ્લેન્ડની ટીમ જીતના ઇરાદા સાથે મેદાન પર ઉતરી છે. એવામાં તમને આ રીતની સિરીઝમાં ડ્રો જોવા નથી મળતી’.
શ્રેણી ગુમાવવાનો અર્થ એ નથી કે હારી ગયા, અમે નિડર થઇને રમ્યા: કોહલી
Views 62