PCBએ જુગારધામનો પર્દાફાશ કર્યો:અમદાવાદના ચાંદખેડામાં નવા PI આવ્યા ને ગણતરીના દિવસોમાં જ 4 લાખના મુદ્દામાલ સાથે જુગારધામ ઝડપાયું

Views 214

PCBએ જુગારધામનો પર્દાફાશ કર્યો:અમદાવાદના ચાંદખેડામાં નવા PI આવ્યા ને ગણતરીના દિવસોમાં જ 4 લાખના મુદ્દામાલ સાથે જુગારધામ ઝડપાયું

ઝડપાયેલા આરોપીઓ - Divya Bhaskar
                                                                                             ઝડપાયેલા આરોપીઓ

     અમદાવાદમાં શ્રાવણિયા જુગારની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ચાલતા ગેરકાયદે જુગાર અને દારૂના અડ્ડા પર અંકુશ લાવવા માટે PCB PI તરલ ભટ્ટે સૂચના આપી હતી. જેમાં આગામી દિવસોમાં શ્રાવણ મહિનામાં જુગારીઓને પકડવા માટે ખાસ કામગીરી કરવા પોલીસ કમિશ્નર દ્વારા સૂચન કરવામાં આવ્યાં છે. ત્યારે શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી PCBએ ચાર લાખના મુદ્દામાલ સાથે જુગારધામ ઝડપી પાડ્યું છે.

*4 લાખના મુદ્દામાલ સાથે PCBએ જુગારધામ ઝડપ્યું
ચાંદખેડા પોલીસની કામગીરી પર અગાઉ કોર્ટે ફટકાર લગાવી હતી. PCBએ આ વિસ્તારમાં દારૂનું ગોડાઉન પકડ્યું હતું. એ સમયે PIની બદલી કરવામાં આવી હતી. જ્યારે હવે નવા PI આવ્યાને ગણતરીના દિવસો થયાં છે. ત્યારે આ વિસ્તારમાં 4 લાખના મુદ્દામાલ સાથે PCBએ જુગારધામ ઝડપ્યું છે. આ વાતની ગંભીર નોંધ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે લીધી છે અને આ દિશામાં કાર્યવાહી કરવાની સૂચના પણ આપી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

*9 આરોપી સહિત 1.49 લાખ રોકડા ઝડપાયા
થોડા સમય અગાઉ ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદમાં રીતસર દારૂનું ગોડાઉન ચાલતું હતું .જેની જાણ PCBને થઈ અને રેડ કરતા કરોડોનો મુદ્દામાલ અને સ્થાનિક પોલીસની મિલીભગત સામે આવી હતી. સતત વિવાદમાં રહેલા પોલીસ સ્ટેશનના PIની પોલીસ કમિશનરે બદલી કરી નાખી હતી.આ બનાવ બાદ પણ નવા PI કડક કાર્યવાહી કરવાના બદલે દલા તરવાડી જેવી સ્થિતિ ચાલુ રાખી અને ફરી એક વાર ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદમાંથી 9 આરોપી સહિત 1.49 લાખ રોકડ અને 4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

*PIની કામગીરી પર પોલીસ કમિશનર સમીક્ષા કરશે
PCBએ કરેલી રેડમાં પ્રકાશ ઓડ, હસમુખ પરમાર, રમેશ,ધીરજ, અલ્પેશ, હિંમત, શેલેશ, અક્ષય અને રાકેશની ધરપકડ કરવામાં આવી છે.સુત્રોના જણાવ્યા અનુસાર નવા આવેલા PIની પાસે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા કડક કરવાની અપેક્ષા ઉચ્ચ અધિકારીઓને હતી પણ PCB એ રેડ કરતા હવે PIની કામગીરી પર પોલીસ કમિશનર સમીક્ષા કરશે.

                                                                                                                                                                               અહેવાલ – કિરણગીરી ગોસ્વામી 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *