આયોજીત કાવતરૂ રચી વિશ્વાસઘાત:થરાદમાં રિવોલ્વર બતાવી પંજાબના વેપારીના 80 લાખ લૂંટી લીધા

Views 167

આયોજીત કાવતરૂ રચી વિશ્વાસઘાત:થરાદમાં રિવોલ્વર બતાવી પંજાબના વેપારીના 80 લાખ લૂંટી લીધા

પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
                                                                                                  પ્રતિકાત્મક તસવીર
  • 2 કિલો સોનું 80 લાખમાં લેવા સગાઓ પાસેથી ઉછીના લઈ ભેગા કર્યા હતા
  • સસ્તા સોનાની લાલચમાં થરાદ સુધી લાવી જીપમાંથી ધક્કો મારી ફરાર
  • તમામ 6 આરોપીઓ ભૂજના, રસુલ નામના શખસની પોલીસે અટકાયત કરી
  • અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ આરોપીઓને પકડવા કામે લાગી

     પંજાબના ભટીંડાનો વેપારી બજાર ભાવથી દસ ટકા ઓછા ભાવમાં સોનાની લાલચમાં આવી ગયો હતો અને 100 ગ્રામના બે બિસ્કીટ 9.40 લાખમાં લીધા બાદ બે કિલો સોનું 80 લાખમાં લેવાની લાલચમાં આવી ગયો હતો અને ભેજાબાજોએ રિવોલ્વરથી શૂટ કરવાની ધમકી આપી 80 લાખ લઈ ભાગી ગયા હતા. જે બાદ વેપારીએ થરાદ પોલીસ મથકે 6 શખસો સામે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ આરોપીઓ સુધી પહોંચીને રકમની રિકવરી કરવા માટે કામે લાગી હતી.

*વધારે નફો મળશે તેમ કહીને 80 લાખમાં 2 કિલો સોનું આપવાની લાલચ આપી
પંજાબના ભટીંડામાં રહેતા ઇલેક્ટ્રીક વસ્તુના હોલસેલ વેપારી વિશાલ મહેન્દ્રસિંગ સોની (જૌરા) પોતાના સાળા સાથે કામથી કચ્છ(ભુજ) જતાં ઇમોર્ટ એજન્ટની જરૂર પડતાં જીતુ નામના એક માણસ સાથે પરિચય થતાં તેણે પોતાના ઓળખીતાઓ પાસે સોનું હોવાની અને તે બજાર ભાવથી દસ ટકા ઓછા ભાવથી અપાવવાની વાત કરી હતી. અને બીજા દિવસે ઉસ્માન, અલી અને રસુલ નામના શખસોથી ઓળખાણ કરાવતાં બે-ત્રણ સોનાનાં બિસ્કિટ બતાવ્યાં હતાં અને 100-100 ગ્રામનાં બે બિસ્કીટ રૂ.9,40,000માં આપ્યાં હતાં. ત્યારબાદ વધારે સોનું ખરીદો તો વધારે નફો મળશે તેમ કહીને 80 લાખમાં બે કિલો સોનું આપવાની લાલચ આપી હતી. આથી વિશાલે પોતાના સગાસંબંધીઓ પાસેથી 30 લાખ ઉછીના લીધા હતા. અને પોતાના સાળા સાથે પાલનપુર આવતાં થરાદ બોલાવાયા હતા.

*અલી તેમને સાત-આઠ કિલોમીટર દુર લઇ ગયો
​​​​​​​
આથી તા.04 જુલાઇ-2022ના રોજ બપોરના બાર વાગ્યે થરાદ ચાર રસ્તા આવ્યા હતા. જ્યાં અલી તેમને તેની પાછળ તેમની કાર આવવાનું કહી સાત-આઠ કિલોમીટર દુર લઇ ગયો હતો. આગળ રોડની બાજુમાં ગાડી ઉભી રાખતાં ત્યાં જીજે-12-એફબી-1953 નંબરની સ્કોર્પીયોમાં આવેલા ઉસ્માન, રસુલ, જીતું અને બીજા બે માણસોએ પુછતાં તેણે 30 લાખ લાવ્યા હોવાનું જણાવતાં બધું પેમેન્ટ આપીને સોનું લેવાની વાત કરતાં રૂ.50લાખ પાલનપુર આંગડીયામાં હવાલાથી મંગાવ્યા હતા. જે લેવા સાથે આવેલ જીતું 80 લાખ ભરેલ થેલો લઇને તેમની ગાડીમાંથી લઇને ઉતરીને સ્કોર્પીયોમાં બેઠો હતો.

*આયોજીત કાવતરૂ રચી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ
જ્યાં થરાદ ચારરસ્તાથી આગળ ત્રણ રસ્તા પાસે જઇ ઉસ્માને પોત પ્રકાશ્યું હતું. અને સીટ નીચેથી રિવોલ્વર કાઢી વેપારી વિશાલના કપાળે ભીડાવી ગાડીમાંથી ઉતરીજા નહીંતર શુટ કરવાની ધમકી આપી ધક્કો મારી ગાડી ભગાવી દીધી હતી. ત્યારબાદ વિશાલ પંજાબ જતાં ત્યાંથી જીતુ, ઉસ્માન અને રસુલ સાથે વાતચિત થતાં તે ચંડીગઢમાં સોનાની વ્યવસ્થા કરાવીને આપવાની વાતો કરતા હતા. આથી થરાદ મથકમાં વિશાલે પોતાને વિશ્વાસમાં લઇ પૈસા લુંટી લેવાનું પૂર્વ આયોજીત કાવતરૂ રચી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે ચકચાર પ્રસરવા પામી હતી.

     થરાદ પી.આઇ. જે.બી.ચૌધરીએ જણાવ્યું હતું કે ‘લુંટમાં સામેલ તમામ શખસો ભુજના છે. જે પૈકી રસુલ નામના શખસની પોલીસે અટકાયત કરી લીધી છે. જેની પાસેથી અમુક રકમ પણ મળી આવી છે. જીતુ નામ ખોટું હતું અને રસુલને તેના સાગરીતોએ સામાન્ય રકમ જ આપી હતી.

*52,000નું સોનું 47,000માં આપી લલચાવ્યો
​​​​​​​     જીતુએ વેપારીના મોબાઇલ પર ફોન કરીને તેને ભીરીંડીયારા ખાવડા રોડ પર બોલાવ્યો હતો. આથી તે પોતાના સાળા હરજીંદરસીંગ સાથે જતાં સફેદ કલરની કાર લઇને ઉભેલા જીતુ તેમને ભેંસોના તબેલામાં લઇ ગયો હતો. જ્યાં ઉસ્માન, અલી અને રસુલ સાથે ઓળખાણ કરાવતાં સ્કોર્પીયો જીપમાંથી કાળા કલરનું પર્સ લાવી તેમાંથી 52,000ના ભાવનું 10 ગ્રામ સોનું 47,000 ના ભાવથી આપ્યું હતું. ત્યારબાદ આવી જ રીતે વધારે સોનાની લાલચ અપાવવા સોનાના બિસ્કિટના ફોટો અને વિડીયો વૉટસએપમાં મોકલતા હતા.

*વેપારીઓ પાલનપુર આવતાં થરાદ બોલાવાયા
​​​​​​​તા.02 જુલાઇ-2022ના સાંજે 30 લાખ સાથે નિકળેલ વિશાલ પોતાના સાળા હરજીંદરસિંગ સાથે પાલનપુર આવ્યા હતા. જ્યાં હોટલ ક્રોસ વ્યુમા રોકાયા હતા અને ઉસ્માન સાથે ફોનમાં વાતચિત થતાં તેણે બીજા દિવસે થરાદ આવવાથી સોનું આપવાની વાત કહી હતી. પૈસા ઓછા હોઇ વેપારીએ બાકીનું પેમેન્ટ સાંજે પાંચ વાગ્યા સુધીમાં પાલનપુરના આર.કે.આંગડીયામાં આવી જશે તેવી વાત કરતાં ઉસ્માને બધુ પેમન્ટ આવ્યેથી સોનું આપવાની વાત કરી હતી.

                                                                                                                                                                                          અહેવાલ – ટોફીક હુસૈન 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *