જૂની અદાવતે હુમલો:રાધનપુરના રાપરિયા હનુમાનજી મંદિરના ઉપપ્રમુખને ઉપરા-છાપરી છરીના ઘા ઝીંકાયા, 4 મહિલાઓ 2 પુરુષ સામે ગુનો દાખલ

Views 196

જૂની અદાવતે હુમલો:રાધનપુરના રાપરિયા હનુમાનજી મંદિરના ઉપપ્રમુખને ઉપરા-છાપરી છરીના ઘા ઝીંકાયા, 4 મહિલાઓ 2 પુરુષ સામે ગુનો દાખલ

  • ગળામાં રહેલ સોનાની દોઢ તોલાની રુદ્રાક્ષની માળાની લૂંટ

     છેલ્લા થોડા સમયથી રાપરિયા હનુમાનજી મંદિરમાં સાધુ સમાજ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. અગાઉ પણ ટ્રસ્ટીઓ સંઘર્ષમાં આવતા આમને સમને ફરિયાદો થઈ હતી. ત્યારે ગઈ કાલે પણ ધીંગાણું સર્જાતા લૂંટ અને મારામારીનો ગુનો નોંધાયો છે. જેમાં ઉપપ્રમુખે રાધનપુર પોલીસમાં 4 મહિલાઓ અને બે પુરુષો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

*છરી વડે પેટના ભાગે મારવા હુમલો કર્યો
રાધનપુર તાલુકાના નજુપુરા ગામના વતની ભગવાનદાસ વિઠ્ઠલદાસ સાધુ જેઓ હનુમાનજી મંદિરના ઉપપ્રમુખ તરીકેનો હોદો સાંભળી રહ્યા છે. તેઓ સવારે મંદિરમાં હાજર હોય તે વખતે 4 મહિલાઓ અને બે પુરુષો આવી ભગવાનદાસને પતાવી દેવાની વાતો કરતા કરતા ગાળા-ગાળી કરવા લાગેલા અને કહેલ કે કેમ અમારા વિરુદ્ધનાં કેસમાં સાક્ષી રહ્યા છો? તેમ કહી બૈરાંઓએ ફરિયાદીને પકડી અને ભાવેશભાઈએ છરી વડે પેટના ભાગે મારવા હુમલો કર્યો હતો. પરંતુ ફરિયાદીએ ડાબો હાથ સામે કરતા છરી ડાબા હાથે વગેલી અને બીજા આરોપી રમીલાબેન પણ ભગવાનદાસને પેટના ભાગે ચપુનો ઘા કરતા હાથ આડો કર્યો હતો તે ઘા પણ હાથ પર થયો હતો.

*પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
ઝગડા દરમિયાન ફરિયાદીને 5 જણ બહાર ખેંચી ગડદા પાટુનો માર મારતા મંદિરની બહાર જતા હતા તે દરમિયાન ભગવાનદાસે રાડારાડ કરતા તેમના સંબંધી શંકરલાલે વધુ મારથી બચાવી લીધેલ અને તે દરમિયાન ભગવાનદાસનાં ગળામાં રહેલ સોનાની દોઢ તોલાની રુદ્રાક્ષની માળા પણ વિજયસાધુ શંખેશ્વર વાળાએ ખેંચી લીધેલ હોવાની રાધનપુર પોલીસમાં IPC કલમ-394, 324, 323, 143, 147, 148, 149, 5 બી મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

*આ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
(1) વિજયભાઈ રામદાસ સાધુ રહે.શંખેશ્વર
(2) ભાવેશભાઈ મહેશભાઈ સાધુ રહે.પરસુંદ તા.સાંતલપુર
​​​​​​​(3) રમીલાબેન બળદેવભાઈ સાધુ​​​​​​​ રહે.શંખેશ્વર તા.શંખેશ્વર
​​​​​​​(4) શીતલબેન રામદાસ સાધુ રહે.માનવાળા તા.બેચરાજી
​​​​​​​(5) મંજુલાબેન જગદીશભાઈ સાધુ​​​​​​​ રહે.દાદર તા.સમી
​​​​​​​(6) હસમુતીબેન રામદાસ હરિચરણદાસ સાધુ રહે .શંખેશ્વર તા.શંખેશ્વર

                                                                                                                                                                                         અહેવાલ – ટોફીક હુસેન 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *