આંદોલન / ખેડૂતોની પડતર માંગણીઓને લઇને ભારતીય કિસાન સંઘે સરકાર સામે બાંયો ચઢાવી, આજે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન

Views 139

આંદોલન / ખેડૂતોની પડતર માંગણીઓને લઇને ભારતીય કિસાન સંઘે સરકાર સામે બાંયો ચઢાવી, આજે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન

મીટર પ્રથા મરજિયાત કરવા તેમજ ખેડૂતોને હોર્સ પાવર આધારે વીજ બિલ આપવા મામલે ભારતીય કિસાન સંઘ દ્રારા આજે રાજ્યભરમાં (Gujarat) વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

  • રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારતીય કિસાન સંઘનું વિરોધ પ્રદર્શન
  • મીટર પ્રથા મરજિયાત કરવા કિસાન સંઘનો ઉગ્ર વિરોધ
  • ખેડૂતોને હોર્સ પાવર આધારે વીજ બિલ આપવાની કિસાન સંઘની માંગ

રાજ્ય (Gujarat)  ના તમામ જિલ્લામાં કિસાન સંઘ દ્વારા મીટર આધારિત વીજ દર અને હોર્સ પાવર આધારિત વીજ દરમાં સમાનતાની માંગ કરવામાં આવી રહી છે. મીટર પ્રથા મરજિયાત કરવા તેમજ ખેડૂતોને હોર્સ પાવર આધારે વીજ બિલ આપવા મામલે ભારતીય કિસાન સંઘ દ્રારા આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજકોટ, ગાંધીનગર, મહેસાણા સહિતના જિલ્લામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રાજકોટમાં પણ કિસાન સંઘ દ્વારા ખેડૂતોની માંગને લઇને ઉગ્ર વિરોધ

રાજકોટમાં કિસાન સંઘ આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપશે. સમાન વીજદર અને સોલાર સિસ્ટમની માંગ સાથે કિસાન સંઘ વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતોનો ખેતરમાં ફરજિયાત મીટર પ્રથા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ગાંધીનગર અને મહેસાણામાં પણ કિસાન સંઘની પડતર માંગને લઇને વિરોધ

બીજી બાજુ ગાંધીનગરમાં પણ ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો મહેસાણામાં પણ ભારતીય કિસાન સંઘની રેલી બાદ આવેદન પાઠવવામાં આવ્યું છે.
મીટર આધારિત વીજ દર અને હોર્સ પાવર આધારિત વીજ દરમાં સમાનતાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક ખેડૂતોની સમસ્યા દૂર કરવા કિસાન સંઘ માંગ કરી રહ્યાં છે. મીટર આધારિત બોરવેલનું વીજ બિલ દર બે મહિને ભરવા માંગ કરાઇ છે. આ સાથે ફિક્સ ચાર્જ પણ નાબૂદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. તો સાથે સ્વૈચ્છિક લોડ વધારાની સ્કીમ લાવવાની માંગ, કિસાન સૂર્યોદય યોજનાનો તત્કાલ સમગ્ર ગુજરાતમાં અમલ કરવા માંગ કરાઇ રહી છે. એ સિવાય સ્કાય યોજના પણ ફરીથી લાગુ કરવા ખેડૂતો માંગ કરી રહ્યાં છે.

મોરબીમાં પણ સમાન વીજદરની માંગ સાથે વિરોધ પ્રદર્શન

એ સિવાય મોરબીમાં પણ ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સમાન વીજદરની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરાશે.

હિંમતનગરમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયાં

તો બીજી બાજુ સાબરકાંઠામાં પણ ભારતીય કિસાન સંઘ ધરણા પર બેસી ગયું છે. હિંમતનગર ખાતે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે. આજે ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓ મુદ્દે ધરણા તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવશે. આઠ જેટલી માંગણીઓ મામલે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય કિસાન સંઘે એક સપ્તાહ પહેલા અલ્ટીમેટમ આપ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *