પ્રખ્યાત કોમેડી શો ‘તારક મેહતાના ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવીને પોપ્યુલર થયેલી દિશા વાકાનીના ફેન્સ માટે ખુશખબરી છે. દયા બેન મેટરનીટી લીવ પછી હવે જલદી જ આ શો પર પરત ફરવા માટે તૈયાર છે.
ગત વર્ષે સપ્ટેમ્બરથી શોમાં નજરે પડ્યા હતા. તેમના ફેન્સને તેમની ફેવરીટ અભિનેત્રી દયાબેનની વાપસીનો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. TOIની રિપોર્ટ મુજબ, દિશા વાકાની આગામી 2 મહીનામાં શો પર પરત ફરી શકે છે. શોની ટીમ દિશા વાકાનીની વાપસીને લઇને લાંબા સમયથી સંપર્ક કરી રહી છે.
દિશા ગત વર્ષે સપ્ટેમ્બરના સમયે મેટરનિટી લીવ પર ગઇ હતી. 30 નવેમ્બરે તેમને પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યાર પછી ખબર આવી રહી હતી કે તે ક્યારેય પણ શોમાં પરત નહીં ફરે. સુત્રો મુજબ પુત્રીના જન્મ પછી થોડાક મહીના થવાના કારણે દિશાએ મેકર્સને તેમના મેટરનિટી લીવને આગળ વધારવા માટે કહ્યું હતું.