ભારતીય બોલરોએ દેખાડ્યો દમ

Views 67

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં શુક્રવારથી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચનો આરંભ થયો હતો. ઈંગ્લેન્ડનો ઓપનર એલેસ્ટર કુક પણ પોતાની અંતિમ ટેસ્ટ રમી રહ્યો છે. પોતાની અંતિમ ટેસ્ટમાં કૂકે મોઈન અલી સાથે ભાગીદારી કરવા દરમિયાન પોતાની અડધી સદી પૂરી કરી હતી.
આ સિરીઝમાં વિરાટ કોહલી એકપણ વખત ટોસ જીતી ચૂક્યો નથી. વિરાટ કોહલીએ બે ફેરફાર સાથે ટીમને મેદાને ઉતારી હતી. હનુમા વિહારીએ અંતિમ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. બીજી તરફ રવીન્દ્ર જાડેજાએ ટીમમાં વાપસી કરી હતી. હનુમા ભારત માટે ટેસ્ટ રમનારો ૨૯૨મો ખેલાડી બની ગયો છે. અશ્વિનની જગ્યાએ જાડેજાને સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સિરીઝમાં ભારતનો ૩-૧થી પરાજય થયો છે. આ અંતિમ ટેસ્ટ છે જેમાં ભારત વિજય મેળવીને પોતાની લાજ બચાવી શકે છે.
ઈંગ્લેન્ડના સુકાની જો રૃટે ઓવલ ટેસ્ટ માટે ક્રિસ વોક્સ અને ઓલી પોપને ટીમમાં સ્થાન આપ્યું છે. બીજી તરફ એલેસ્ટર કૂક પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી રહ્યો છે. ૨૦૦૬માં કૂકે નાગપુર ખાતે ભારત સામે જ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. હવે તે ભારત સામે જ ઓવલમાં પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી રહ્યો છે. આ મેચમાં પણ બેરસ્ટોની જગ્યાએ બટલર વિકેટ કિપિંગ કરશે. ઉલ્લેખનીય છે કે, ત્રીજી ટેસ્ટમાં બેરસ્ટોને ઈજા થઈ હોવાથી ચોથી ટેસ્ટમાં તે કિપિંગ કરી શક્યો નહોતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *