મીરાએ આપ્યો પુત્રને જન્મ,શાહિદ કપૂર બીજી વખત બન્યો પિતા

Views 64

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર બીજી વખત પિતા બન્યો છે. શાહિદની પત્ની મીરાએ પુત્રને જન્મ આપ્યો છે.શાહિદ-મીરાના ઘરે નાના મહેમાનને જોવા માટે પરિવારજનો પણ હોસ્પિટલ પહોચ્યા હતા. શાહિદનો ભાઇ ઇશાન ખટ્ટર પોતાની માતા નીલિમા અઝીમ સાથે હોસ્પિટલ પહોચ્યો હતો.
શાહિદ કપૂર પિતા બનતા તેના પરિવારના લોકો ખુશ હતા. હોસ્પિટલ જતા સમયે ઇશાન ખટ્ટરના ચહેરા પર હસી બતાવતી હતી કે તે ભત્રીજાના આવવાથી કેટલો ખુશ છે. પુત્ર અને માતા બન્ને સ્વસ્થ છે. શાહિદ પહેલા એક દીકરીનો પિતા છે, જેનું નામ મીશા છે. તાજેતરમાં જ તેની દીકરીએ બીજા જન્મ દિવસની ઉજવણી કરી હતી. મીરાએ પોતાની દીકરીનું નામ પોતાના અને શાહિદના નામના પહેલા અક્ષરને મળાવીને રાખ્યુ હતું.મીરા અને શાહિદ પોતાના બીજા દીકરાને લઇને ઘણા ઉત્સાહિત હતા, મીરાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેના ઘરે પુત્ર આવે કે પુત્રી તેનાથી કોઇ ફરક પડતો નથી.

13 વર્ષ નાની છે મીરાઃ
દિલ્હીની રહેવાસી મીરાએ શાહિદ સાથે જુલાઈમાં લગ્ન કર્યાં હતાં. બંનેની ઉંમરમાં 13 વર્ષનો તફાવત છે. લગ્ન સમયે શાહિદ 34નો તો મીરા માત્ર 21ની હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *