ઇન્ડિયા ટીમમાં મહત્વની ભૂમિકા નીભાવવા તૈયાર હતો દ્રવિડ,ગાંગુલીનો ખુલાસો

Views 61

ઇંગ્લેન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમની ખરાબ સ્થિતિ છે. વિરાટ સેનાએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 1-3થી ટેસ્ટ સિરીઝ ગુમાવી દીધી છે. હવે સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ 7 સપ્ટેમ્બરથી ધ ઓવલમાં રમાશે. ભારતના ખરાબ પ્રદર્શનને કારણે હેડ કોચ રવિ શાસ્ત્રીના યોગદાન પર સવાલ ઉભા થઇ રહ્યાં છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આ વચ્ચે ખુલાસો કર્યો છે કે રાહુલ દ્રવિડે અંતે ક્યા કારણે નેશનલ ટીમમાં બેટિંગ સલાહકારની જવાબદારી ઠુકરાવી દીધી હતી.
વિરાટ બ્રિગેડ માટે વર્તમાન વર્ષ ટેસ્ટ ક્રિકેટમાં સારૂ નથી વિતી રહ્યું. વર્ષની શરૂઆતમાં જ ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે સિવાય ઇઁગ્લેન્ડમાં પણ ટીમ ઇન્ડિયા એક ટેસ્ટ મેચ જ જીતવામાં સફળ રહી છે.
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *