ક્રિકેટર એલિસ્ટર કુક છે ખેડૂતનો પુત્ર , ટ્રેક્ટર ચલાવીને ગયો હતો લગ્ન કરવા

Views 58

ઇંગ્લેન્ડના ઓપનર બેટ્સમેન એલિસ્ટર કુકે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ઇંગ્લેન્ડે ભારત સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ 3-1થી પોતાના નામે કરી લીધી છે. એલિસ્ટર કુક ભારત વિરૂદ્ધ ઓવલમાં રમાનારી અંતિમ અને પાંચમી ટેસ્ટ બાદ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લેશે.

એલિસ્ટર કુકના પિતા છે ખેડૂત
એલિસ્ટર કુકના પિતા એક ખેડૂત હતા, માટે તેમનો રસ હંમેશા આ કામ સાથે જોડાયેલો હતો. કુકની માતા સ્ટેફની એક સ્કૂલ ટીચર હતી. કુકે પોતાની બાળપણની મિત્ર એલિસ હંટ સાથે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. કુકના 2 પુત્ર છે, જેમાં એલ્સીનો જન્મ એપ્રિલ 2014માં જ્યારે ઇસાબેલનો જન્મ ઓક્ટોબર 2016માં થયો હતો.
ટ્રેક્ટર પર થઇ હતી વિદાઇ:
એલિસ્ટર કુકે 31 ડિસેમ્બર 2011એ પોતાની મોડલ ગર્લફ્રેન્ડ એલિસ સાથે લગ્ન કર્યા હતા.ન્યૂ યરની ઇવ પર થયેલા લગ્નને કુકે ત્યારે ખાસ બનાવી દીધા જ્યારે તે ચર્ચમાંથી પોતાની દુલ્હનને ટ્રેક્ટર પર વિદાઇ કરી ઘરે લઇ ગયો હતો. તેનું રિસેપ્શન એક ફાર્મ હાઉસમાં થવાનું હતુ માટે કુકે આમ કર્યુ હતુ. કુકે ટ્રેક્ટરને ખુદ ચલાવ્યુ હતુ.
સ્કૂલ ફ્રેન્ડથી ગર્લફ્રેન્ડ બની એલિસ:
એલિસ અને કુકની મુલાકાત સ્કૂલના દિવસોમાં શરૂ થઇ હતી. સ્કૂલના સમયમાં કુકે એક મ્યૂઝિક સ્કોલરશિપ જીતી હતી અને આ દરમિયાન તે એલિસને મળ્યો હતો. એલિસ પાસેની જ એક ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ત્યારથી કૂક અને એલિસ એકબીજાને ઓળખતા હતા.
થયુ હતુ ગ્રાન્ડ સેલિબ્રેશન:
કુકના લગ્નનું ગ્રાન્ડ સેલિબ્રેશન થયુ હતુ જેમાં કેટલાક ઇંગ્લિશ ક્રિકેટર પણ શામેલ હતા. જેમાં એન્ડ્ર્યૂ સ્ટ્રોસ, જિમી એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, ઇયાન બેલ, મેટ પ્રાયર, જોનાથન ટ્રોટ, રવિ બોપારા, ઇયાન મોર્ગન, સ્ટીવન ફિન શામેલ હતા. જો કે કેવિન પીટરસન આ લગ્નમાં શામેલ નહતો થયો.
એલિસ્ટર કુકને શરણાઇ વગાડવાનો શોખ
ક્રિકેટના મેદાન પર આશરે એક દાયકાથી વધુ પોતાનો પરસેવો વહેવડાવનારા એલિસ્ટર કુકના આંકડા ફેન્સનું દિલ જીતવા માટે ઘણુ છે પરંતુ તેની પર્સનલ લાઇફ પણ પ્રોફેશનલ લાઇફથી ઓછી નથી. ઘણા ઓછા લોકો જાણે છે કે એલિસ્ટર કુક સેમી પ્રો ક્લારીનેટ (શરણાઇ) વગાડવામાં માહેર છે. કુકે સ્ટુડિયોમાં કેટલીક વખત પોતાના કંપોઝિશનથી મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીના દિગ્ગજોને ચોકાવ્યા છે. તે જેટલો શાનદાર ખેલાડી હતો એટલો જ જોરદાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *