Huawei Mate 20 Lite લોન્ચ.

Views 66

બર્લિન ખાતે આયોજિત IFA 2018 ઇવેન્ટમાં Huawei Mate 20 Lite સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનની ખાસિયત 4 કેમેરા છે. હુઆવે મેટ 20 લાઇટમાં ડ્યુઅલ રિઅર અને ફ્રન્ટ કેમેરા છે. હાલમાં ટ્રેન્ડિંગમાં જણાતી આઇફોન-એક્સ જેવી નૉચ સ્ક્રીન આ સ્માર્ટફોનમાં પણ મળશે. Huawei Mate 20 Liteમાં તમને એઆઇ શોપિંગ આસિસ્ટન્ટ, એઆઇ નોઇઝ કેન્સલેશન, એઆઇ સ્માર્ટ ગેલેરી જેવા ઘણા આર્ટિફિશિયલ ફીચર્સ પણ ફોનમાં મળશે. માર્કેટ અનુસાર, આ સ્માર્ટફોનને સિંગલ અને ડ્યુઅલ સિમ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે.

Huawei Mate 20 Liteના ફીચર્સ
– 6.3 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે
– 4 જીબી રેમ
– 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (મેમરી 512 જીબી સુધી એક્સપાન્ડેબલ)
– 20+2 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
– 24+2 મેગાપિક્સલના ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા
– હાઇસિલિકોન કિરિન 710 પ્રોસેસર
– બેક પેનલ પર કેમેરાની નીચે ફિંગરપ્રિન્ટ સેન્સર
– 3750 mAhની બેટરી
– યુએસબી ટાઇપ-સી સપોર્ટ
– એન્ડ્રોઇડ ઓરિયો 8.1
Huawei Mate 20 Liteની કિંમત 
હુઆવે મેટ 20 લાઇટની કિંમત 379 પાઉન્ડ (અંદાજે 34800 રૂપિયા) છે. આ સ્માર્ટફોનને 5 સપ્ટેમ્બરે અમેરિકામાં બ્લેક, પ્લેટિનમ રેડ અને સફાયર બ્લૂ કલરમાં ખરીદી શકાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *