રોજ રાત્રે ખાવ એક ઈલાયચી, ખીલની સમસ્યાથી મળશે છુટકારો

Views 73

રસોડામાં ખાવાનો સ્વાદ વધારવા માટે ઈલાયચી તો હોય છે. જેને ખાવાથી અનેક ફાયદા થાય છે.
તે ખાવાનો સ્વાદ તો વધારે છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારી છે.
તેને ખાવાથી પથરી, ગળાની સમસ્યા, ટીબી, કબજિયાત જેવી બીમારીથી છુટકારો મળે છે.
જાણો તેના ફાયદા
1. કહેવાય છે કે જે લોકોને ખીલની સમસ્યા હોય તે લોકોએ રોજ રાત્રે ઈલાયચીનું સેવન કરવુ જોઈએ. સૂતા પહેલા ગરમ પાણીની સાથે એક ઈલાયચી ખાવાથી સ્કિન સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે.
2. કેટલાક લોકોને હંમેશા પેટ સંબંધિત સમસ્યા રહેતી હોય છે. આ સમસ્યાથી બચવા માટે સવારે ખાલી પેટે એક ચમચી હુંફાળા પાણી સાથે ઈલાયચી ખાવી. થોડાક દિવસ સુધી સતત ખાવાથી તમને પેટની સમસ્યાથી રાહત મળશે.
3. કેટલાક લોકોને બહુ બધુ કામ કર્યા પછી પણ રાતે ઉંઘ નથી આવતી. સૂવા માટે લોકો દવાઓ લેતા હોય છે. જેના કારણે તેના શરીર પર ખરાબ અસર પડે છે. કુદરતી રીતે ઉંઘ લેવા માટે રોજ રાતે સૂતા પહેલા ઈલાયચીને ગરમ પાણીની સાથે ખાવી. તેનાથી ઉંઘ સારી આવશે.
4. ગેસ, એસિડિટી, કબજિયાતની સમસ્યાને ઈલાયચીથી દૂર કરી શકાય છે. તેની સાથે હેડકી આવતી તેનાથી પણ રાહત મળે છે.
5. રોજ તેનો ઉકાળો બનાવીને પીવાથી માનસિક તણાવને દૂર કરી શકાય છે. તેનો ઉકાળો બનાવવા માટે ઈલાયચી પાવડરને પાણીમાં ઉકાળો. હવે ઉકાળામાં થોડું મધ મિક્સ કરીને પીવું. થોડાક દિવસ પીવાથી તમને રાહત મળશે.
6. ઈલાયચી ખાવાથી શારીરિક કમજોરી દૂર થઈ જાય છે. તેને રોજ આહારમાં સામેલ કરવાથી ધીમે ધીમે તમારું વજન વધવા લાગશે. તમે ઈલાયચી પાવડર અથવા તેને આખી પણ ખાઈ શકો છો.
7. લીલી ઈલાયચી ફેફસામાં રક્તસંચાર ગતિને નિયંત્રણમાં રાખે છે. તેની સાથે તે અસ્થમા, શરદી, ઉધરસ જેવી સમસ્યાથી પણ રાહત મળે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *