ભારતની રોઈંગ મેન્સ ટીમે અપાવ્યો ગોલ્ડ મેડલ

Views 65

એશિયાડ ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતને રોઈંગમાં અત્યાર સુધી કુલ 3 મેડલ મળ્યા છે. પુરુષ ટીમે આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને રોઈંગમાં એશિયન ગેમ્સમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ક્વાડ્રુપુલ સ્કલ્સ સ્પર્ધામાં ભારતના સવર્ણ સિંહ, દત્તૂ ભોકાનલ, ઓમપ્રકાશ અને સુખમીત સિંહે 6 મિનિટ 17 સેકન્ડનો સમય લઈને પહેલું સ્થાન મેળવ્યું છે. આ પહેલાં પુરુષ લાઈટવેટ સિંગલ્સમાં દુષ્યંતે કાંસ્ય પદક જીત્યો હતો. તેમણે 7 મિનિટ 18 સેકન્ડનો સમય લઈને આ મેડલ મેળવ્યો છે. તેના પછી જ લાઈટવેટ ડબલ સ્કલ્સમાં રોહિત કુમાર અને ભગવાન સિંહે પણ કાંસ્ય મેડલ જીત્યો છે. બંનેએ રેસ પૂરી કરવા માટે 7 મિનિટ 4 સેકન્ડનો સમય લીધો હતો. આમ, એસિાડ ગેમ્સમાં 5 ગોલ્ડ મેડલની સાથે ભારતને કુલ 21 મેડલ મળ્યા છે.
હોકીમાં મળી ફરી મોટી જીતની આશા
ઈન્ડિન ટીમ આંજે સાંજે 6.30 વાગે જાપાન સામે રમવા ઉતરશે. અત્યાર સુધી ટીમે પહેલી મેચમાં ઈન્ડોનેશિયાને 17-0 અને હોંગકોંગને 26-0થી હરાવી છે. આ સંજોગોમાં દર્શકોને ભારતીય ટીમ પાસેથી ફરી એક મોટી જીતની આશા છે. મુક્કેબાજીમાં 60 કિલો કેટેગરીમાં શિવ થાપા અને 69 કિલો કેટેગરીમાં મનોજ કુમાર રાઉન્ડ ઓફ 16માં પહોંચવા માટે આજે રમશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *