સ્મિથ એક યૂ–ટયૂબ સિરીઝ માટે દુબઈની બુર્જ ખલીફાની ટોચ પર પહોંચ્યો હતો
વિલ સ્મિથની દિલધડક તસવીરો જોઈને તેના ફેન્સ હેરાન
હોલિવૂડનો જાણીતો અભિનેતા વિલ સ્મિથ દુનિયાની સૌથી ઊંચી ઇમારતમાંની એક બુર્જ ખલીફાની ટોચ પર જોવા મળ્યો. સ્મિથ એક યૂ–ટયૂબ સિરીઝ માટે દુબઈની બુર્જ ખલીફાની ટોચ પર પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર વિલ સ્મિથની દિલધડક તસવીરો જોઈને તેના ફેન્સ હેરાન રહી ગયા.
એક રિપોર્ટ પ્રમાણે 160 માળની આ બિલ્ડિંગ 2,722 ફૂટ ઊંચી છે.53 વર્ષીય અભિનેતા વિલ સ્મિથ તેની ઉપર ઊભો જોવા મળ્યો. સ્મિથે યૂ–ટયૂબ શો બેસ્ટ શેપ ઓફ્ માય લાઇફના એક એપિસોડમાં દુનિયાની સૌથી ઊંચી ઇમારતની ટોચ પર પહોંચીને કરી હતી. તસવીરમાં જોઈ શકાય છે કે, કેવી રીતે વિલ સ્મિથ બુર્જ ખલીફાની ટોચ પર હાથ ફેલાવીને બેઠો છે. આ દરમિયાન તે સ્મિત આપતો જોઈ શકાય છે.