અકસ્માત:વડનગર પંથકમાં 2 અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત

Views 131

વલાસણા રોડ પર રિક્ષાની અડફેટે કુવાસણાના વૃદ્ઘનું મોત
સુંઢીયા-ખેરાલુ રોડ પર પદયાત્રીનું અજાણ્યા વાહનની ટક્કરે મોત
 પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

વડનગર પંથકમાં અલગ-અલગ બે અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. વલાસણા રોડ ઉપર ખાનપુર બસ સ્ટેન્ડ પાસે કુવાસણાના બાઈક ચાલકને રિક્ષાએ ટક્કર મારતા મોત થયું હતંુ. સૂંઢીયા ખેરાલુ રોડ પર વાહનની ટક્કરે અંબાજી ખાતે પગપાળા જઈ રહેલા અમદાવાદના પદયાત્રીનું મોત થયુ હતંુ.

કુવાસણાના મફતલાલ સોમાભાઈ રાઠોડ(74) GJ.02 DL-5504 નંબરનું બાઈક લઇ વલાસણાથી ખાનપુર બસ સ્ટેશન તરફ આવતા હતા ત્યારે સીએનજી રીક્ષા(GJ.02 YY-6977)એ ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે બાઈક ચાલકનું મોત થયુ હતુ.

વડનગર પોલીસે રીક્ષાચાલક સામે ગુનો નોંધ્યો હતો. સુંઢીયા-ખેરાલુ રોડ પર અમદાવાદના ગીતાબેન સતીષભાઈ પટેલ અને તેમના સગાં ચાલતા અંબાજી પગપાળા જતા હતા.તે સમયે સુંઢિયા-ખેરાલુ રોડ ઉપર અજાણ્યા વાહને ટક્કર મારતાં તેમના સગાનું મોત થયુ હતુ.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *