"હું પણ કોરોના વોરિયર્સ" અભિયાનમાં જોડાવાં નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીની અપીલ..

Views 95

રાજપીપલા, ગુરૂવાર :  આજ રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા હું પણ કોરોના વોરિયર્સ  નામક જનજાગૃત્તિ અભિયાનનો પ્રારંભ કર્યો છે. ત્યારેરાજ્યભરમાં તા.ર૧મી થી તા. ર૭મી મે દરમ્યાન યોજાઇ રહેલા “હું પણ કોરોના વોરિયર્સ”ની જિલ્લાના અગ્રણીઓ, યુવાઓ, મહિલાઓ, શિક્ષકો સહિત તમામ પ્રજાજનોના સહયોગ સાથે, “કોરોના” સામેના સીધા જંગમાં પ્રત્યેક નર્મદા વાસીઓનેમાધ્યમો સાથેના સંવાદમાં ” કોરોના વોરિયર્સ” બનીને જોડાવવા કલેક્ટરશ્રીએ લોકોને અપીલ કરી છે. તેમજ ઘરના વડીલો અને બિમાર વ્યક્તિઓની ખાસ સાર-સંભાળ રાખવા પણ જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કોરોના સામે રક્ષણ મેળવવાની લાંબી લડાઇમાંઆપણેસૌએ ‘હું પણ કોરોના વોરિયર્સ’ અભિયાનમાં સૌ સંકલ્પ કરે અને તેનું કાયમી રીતે પાલન કરે તે આવશ્યક છે તેમ જણાવતા કલેકટરશ્રી મનોજ કોઠારીએ વડીલો અને બાળકો ઘરમાં જ રહે તેની તકેદારી રાખવા , માસ્ક પહેર્યા વગર, કારણ વગર ઘર બહાર ન નીકળવા ,‘દો ગજ કી દૂરી’ એટલે કે ૬ ફુટ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા તા.રરમી મે એ વડીલોનું સન્માન કરતાં દાદા-દાદી સાથે સેલ્ફી તેમજ તા. ૨૪ મી એ પોતે માસ્ક પહેરી સેલ્ફી લઇ સોશિયલ મીડીયા પર પોસ્ટ મુકવા અને તા.૨૬ મી એ આરોગ્ય સેતુ એપ ડાઉનલોટ કરી સ્ક્રીન શોર્ટ લઇ સોશિયલ મીડીયા પર મુકવા અનુરોધ કર્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળો પીવા અને યોગ કરવા માટે વીડીયો ક્લીપ બનાવવામાં આવશે જેના થકી તમામ લોકો યોગ કરી શકશે.અત્યાર સુધી ઘરમાં હતા, સુરક્ષિત હતા. હવે બહાર નીકળવાનું છે ત્યારે તકેદારી રાખી કોરોના સામે જંગ માંડીએ તેમ જણાવતા પ્રજાજનોની જાગૃતિ અર્થે, જિલ્લાના સૌ અગ્રણીઓને તેમનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *