આહવાઃતાઃ૨૧ઃહાલમાં કોરોના વાઇરસ સંક્રમણની દહેશત વચ્ચે માનવ જાતિ જીવી રહી છે. સમગ્ર વિશ્વની માનવજાતિને બચાવવા અનેક પ્રકારના પ્રયાસો કરી સંક્રમણ ન ફેલાય તેવા અટકાયતી પગલા લેવામાં આવી રહયા છે. જેથી કોરોના વાઇરસ માનવજીવનને વધુહાનિ પહોંચાડી ન શકે.
સમગ્ર ડાંગ જિલ્લામાં અન્ય મચ્છર જન્ય ડેન્ગ્યુનો રોગ ન ફેલાય તે માટે તા.૧૬મે૨૦૨૦ ના રોજ જિલ્લાના આરોગ્યવિભાગ દ્વારા ‛રાષ્ટ્રિયડેન્ગ્યું” દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ડેન્ગ્યુનો તાવ એએડી સઇજીપ્તીનામના મચ્છરો દ્વારા દિવસે કરડવાથી ફેલાય છે. અને આ મચ્છરોની ઉત્પત્ત્િા ધરમાં રહેલા ફ્રીજના પાણી ની ટ્રે, કુલર, ફુલદાની, પાણીના સંગ્રહ માટેની ખુલ્લી ટાંકીઓ વિગેરે પાત્રોમાં ચોખ્ખા અને સ્થિર પાણીમાં થાય છે. આવા પાણીના પાત્રોને અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરવા જરૂરી છે. ડેન્ગ્યુનો તાવ પણ વાઇરલ બીમારી છે. તેમાં દર્દીને સખત તાવ આવે, આંખના ડોળાની પાછળ દુઃખાવો થવો, હાથ અને ચહેરા પર લાલ ચકામા પડે, નાક, મોં અને પેઢામાં થી લોહી પડે તેવા લક્ષણો હોય તો કદાચ ડેન્ગ્યુ હોય શકે છે.
આ મચ્છરજન્ય ચેપથી બચવા અંગેની જાણકારી જિલ્લામાં વધુને વધુ લોકોને મળી રહે તે માટે આરોગ્યશાખા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારી/કર્મચારીઓ દ્વારા પ્રચાર-પ્રસારના વિવિધ માધ્યમો થકી જાણકારી આપી ધરે ધરે સર્વેલન્સ કરી લોકોને ધરમાં ઉંધવા માટે મચ્છરદાની નો જ ઉપયોગ કરવા તથા સંગ્રહિત પાણીમાં ગપ્પી માછલી મુકી પોરાના શક કામગીરી કરવામાં આવી હતી. અને જોખમી વિસ્તારોના ગામોમાં સ્પ્રેઇંગની કામગીરી કરી ભવિષ્યમાં મચ્છરજન્ય રોગ ચાળો ન ફેલાય તે માટે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી શ્રી ર્ડા.ડી.સી.ગામીતના માર્ગદર્શન હેઠળ અટકાયતી પગલા લઇ કામગીરી કરવામાં આવી હતી. તેમજ આ કામગીરી આવનારાદિવસોમાં પણ ચાલુ રાખવા માટે આયોજન કરવામાં આવેલ છે. આવો આપણે સૌ સાથે મળી મચ્છર જન્ય ડેન્ગ્યુના જીવલેણ રોગ સામે સાથે મળીને કામ કરીએ તેમ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ર્ડા.સંજયશાહની અખબારીયાદીમાં જણાવાયું છે.
HBN TV NEWS, Mr. Dev Thakur.
ડાંગ જિલ્લામાં૧૬મે ‛રાષ્ટ્રિયડેન્ગ્યુ’ દિવસ ઉજવણી કરાઇ.
Views 69