હારીજની મોર્ડન સ્કૂલના શિક્ષકનું હાર્ટએટેકના કારણે મોત, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ગમગીની છવાઈ

Views 106

પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ ખાતેની મોર્ડન સ્કુલમાં ચાલુ શાળા દરમિયાન શિક્ષકનું હૃદયરોગના હુમલામાં મોત નિપજતા સમગ્ર શાળા પરિવાર સહિત વિધાર્થીઓમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

આ બાબતે મળતી હકીકત મુજબ હારીજની મોડૅન સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરતભાઈ સબુરભાઈ પરમાર નામનાં શિક્ષક નિત્યક્રમ અનુસાર સવારની સ્કુલ હોય સમયસર સ્કુલ પહોચ્યા હતા. ત્યારે ચાલુ શાળા દરમિયાન તેઓને હાર્ટ એટેકનો હુમલો આવતાં સમગ્ર શાળા પરિવાર સ્ટાફ સાથે વિધાર્થીઓએ દોડી આવી શિક્ષકને હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કરતા મોડૅન સ્કુલ પરિવાર સહિત વિધાર્થીઓમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

હારીજની મોડૅન સ્કુલમાં ચાલું શાળાએ ફરજ બજાવતા ભરતભાઈ સબુરભાઈ પરમારના મોતના સમાચાર પગલે શિક્ષણ આલમમાં પણ દુઃખની કાલીમા છવાઈ જવા પામી હતી. તો શિક્ષકનાં મોતથી શાળા પરિવારમાં શોકના માહોલ વચ્ચે શિક્ષકની લાશને હારીજ સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *