સોલા વિસ્તારમાં સ્ટેટ મોનીટરિંગ સેલની રેડ : ખાનગી યુનિવર્સીટી પાસે ચાલતા દારૂના અડ્ડા પરથી 13 ઝબ્બે

Views 105

સોલાના ગોતા વિસ્તારમાં આવેલી એન્જીનિયરીંગ સહિતના કોર્ષ ચલાવતી ખાનગી યુનિવર્સીટીની પાછળ ચાલતા દેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરિંગ સેલ રાત્રે ત્રાટકી હતી. બુધવારે રાત્રે ૮.૩૫ વાગ્યે પોલીસે રેડ કરી સ્થળ પરથી દેશી દારૂની વેચાણ કરતા દારૂ પીધેલા તમામને ઝડપી કાર્યવાહી કરી હતી. 


દેશી દારૂનું વેચાણ કરતા અને પિઘેલા તમામને એસએમસીએ ઝડપી લઈ ગુનો દાખલ કર્યો

 સોલા ગોતા વિસ્તારમાં આવેલી ખાનગી યુનિવર્સીટી તેમજ મેડીકલ લેબ પાસે દેશી દારૂનું મોટાપાયે વેચાણ ચાલુ હોવાની બાતમી આધારે એસએમસીની ટીમે રાત્રે ૮.૩૫ વાગ્યે રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી ૯૩ લીટર દેશી દારૂ, ૯ મોબાઈલ ફોન, ટુવ્હીલર ૬ એક રીક્ષા, પે ટીએમ મશીન એક, બેટરી સહિત કુલ રૂ.૨,૨૦,૭૨૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે સ્થળ પર દારૂ વેચતા તેજસ સુથાર તેમજ દારૂ પીધેલા સહિત કુલ ૧૩ લોકોની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો. પોલીસ તપાસમાં દારૂનું વેચાણ કરતા શખ્સે આ જથ્થો ગોતાના હનુમાનપુરામાં રહેતાં બાલસંગ ઉર્ફ બાલો લક્ષ્મણજી ઠાકોરે આપ્યાની કબૂલાત કરી હતી. પોલીસે સ્થળ પર પડેલા ત્રણ મોપેડ અંગ પૂછપરછ કરતા આરોપીએ ચાવી ભઈલુ અને બાલા પાસે રહેતી હોવાનું જણાવ્યું હતું. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *