ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકા ના સાંતેજ ગામમાં ત્રણ વર્ષ ની બાળકી ઉપર બળાત્કાર તેમજ હત્યા નાં આરોપી વિજય ઠાકોર નાં આરોપ સામે ગાંધીનગર સેશન્સ કોર્ટ નો ખૂબ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો,આરોપી વિજય ઠાકોર ને છેલ્લાં શ્વાસ સુધીની સજા નું એલાન કરી આવા કરતૂત કરનાર સામે કોર્ટની લપડાક….!!
ગાંધીનગર જીલ્લાના LCB બ્રાંચના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એ દિવાળીના તહેવાર ને પણ ધ્યાનમાં ના રાખીને અને ખુબજ ઈમાનદારી પૂર્વક મહેનત કરી ને ત્રણ વર્ષની બાળકી સાથે બળાત્કાર કરીને અને હત્યા કરનાર નરાધમ આરોપી વિજય ઠાકોર ને પકડીને જૈલ ભેગો કરેલ અને માત્ર આંઠ જ દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં ગાંધીનગર જીલ્લાની નામદાર કોર્ટે ત્રણ વર્ષની બાળકીને અને તેના પરિવાર ને ન્યાય મલી રહે તે હેતુથી માત્ર ૧૪ દિવસમાં જ આરોપી વિજય ઠાકોરને જ્યાં સુધી સ્વાસ ચાલુ રહે ત્યાં સુધીની આજીવન કેદની સજા ફટકારી ને ન્યાય આપ્યો છે.
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હરહંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી
હરદીપસિંહજી ઝાલા (પી આઈ શ્રી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ગાંધીનગર ,1) ની આ ઉત્કૃષ્ટ અને મહાન કામગીરી
Views 132