આઝાદી બાદ આ ગામમાં પંચાયતની ચૂંટણી થઈ નથી, જાણો કારણ

Views 132

ગ્રામ પંચાયત સમરસ બની છે

૩૦૦૦ વસ્તી ધરાવતું આ ગામ છે

વિકાસના કામોને વધુમાં વધુ વેગ મળ્યો

ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં આજદિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. જેમાં લખતર તાલુકાના વડલા ગામમાં સ્વરાજ્ય આવ્યા બાદ આજદિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી.

વિકાસના કામોને વધુમાં વધુ વેગ મળ્યો
જેમાં વડલા ગામની ગ્રામ પંચાયત સમરસ બની છે. તેમાં આઝાદીથી આજદિન સુધી ગામની અંદર પંચાયતની ચૂંટણી જ થઈ નથી. વડલા ગામના વડીલો અને નાગરિકોએ સર્વાનુમતે સરપંચ અને આઠ સભ્યોને બિનહરીફ કરી પરંપરા જાળવી રાખી છે. તેમજ વડલા નાગરિકો દ્વારા ગામના લાલજીભાઇ અંબારામભાઇ ભાંભરીયાને સર્વાનુમતે વરણી કરાઈ છે. ૩૦૦૦ વસ્તી ધરાવતું તાલુકાનું વડલા ગામ છે.

આજદિન સુધી ગ્રામ પંચાયત સમસર છે
ઉલ્લેખનિય છે કે ગ્રામજનો દ્વારા દરેક તહેવારોની સાથે મળી ઉજવણી કરવામાં આવે છે. તથા ગામમાં આગામી સમયની અંદર વિકાસના કામોને વધુમાં વધુ વેગ મળે તેવા પ્રયાસો કરાશે. લખતર તાલુકાનું ૩૦૦૦ ગામની વસ્તી ધરાવતું વડલા ગામના ગ્રામજનો સૌ સાથે પ્રેમ ભાવ સાથે જાણે કે એક જ પરિવારના લોકો હોય તેવી રીતે સૌ સાથે હળીમળીને રહે છે. ત્યારે હાલમાં સ્થાનિક ગ્રામ પંચાયતની ઠેર ઠેર યોજાઈ રહી છે. ત્યારે લખતર તાલુકાના વડલા ગામની અંદર જ્યારથી સ્થાનિક સ્વરાજ્ય સ્થાપના થઈ ત્યારથી આજદિન સુધીમાં ગ્રામ પંચાયત માટે સરપંચ અને સભ્ય પદ માટેની ચૂંટણી જ યોજાઈ નથી અને આજદિન સુધી ગ્રામ પંચાયત સમસર બની છે.

સરપંચ પદ અને સભ્યોને બિનહરીફ વરણી
ગ્રામ પંચાયતને સમરસ બનાવવા માટેનો નિર્ણય ગામના વડીલો, આગેવાનો, ગ્રામજનો સૌ સાથે મળીને સર્વાનુમતે નિર્ણય કરે છે. જેમાં સરપંચ પદ અને સભ્યોને બિનહરીફ વરણી કરવા માટે ગામના ચોરે નક્કી કરવામાં આવે છે. ગામની અંદર સુવિધામાં ગ્રામ પંચાયત, શાળાઓ, દૂધ મંડળીઓ, આંગણવાડી, સ્મશાન ગૃહો, બાળકોને રમવા માટેનો બગીચો જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
પીવાના પાણીની સુવિધાઓ આપવામાં આવી
જ્યારે ગામની અંદર રામજી મંદિર, શક્તિ મંદિર, બાપા સીતારામની મઢુલી, રામદેવપીર મહારાજનું મંદિર, નીલકંઠ મંદિર સહિતના ધાર્મિક મંદિરો પણ બનાવવામાં આવ્યા છે. જે વડલા ગામની અંદર સૌથી વધુ વસ્તી તળપદા કોળી પટેલની છે. જેમાં ભરવાડ, દલિત, દેવીપૂજક, રાવળદેવ, બ્રાહ્મણ, ઠક્કર સહિતના સમાજના લોકો રહે છે. ગ્રામજનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતીકામ, મજૂરી કામ સાથે સંકળાયેલા છે. જ્યારે નાગરિકોને સુવિધા મળી રહે તે માટે પાકા રોડ, પેવર બ્લોક રસ્તા, ઘર વપરાશના પાણીના નિકાલ માટે પાકી ગટર, શેરીઓમાં સ્ટ્રીટ લાઈટો,ઘેર ઘેર પીવાના પાણીની સુવિધાઓ આપવામાં આવી રહી છે.

નર્મદાનું ખેડૂતોને પાણી મળી રહ્યું નથી
આ ગામના નાગરિકોના જણાવ્યા મુજબ આટલા સમયથી ગ્રામ પંચાયત સમરસ બનતી હોવા છતાં નર્મદાનું ખેડૂતોને પાણી મળી રહ્યું નથી. જેમાં દસ વર્ષ પહેલા બનાવેલ નર્મદા વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાખવામાં આવી હોવા છતાં ખેડૂતોને પાણીની સુવિધા મળી નથી. જે અંગે સમરસ બનતી વડલા ગામના નાગરિકોને પડતી સમસ્યા દૂર કરે સાથે આજદિન સુધી તાલુકા મથકે આવાજવા માટે એસટી બસની પણ સુવિધા નથી. તેના માટે સરકાર આ સમસ્યાને વહેલી તકે દૂર કરી ઘટતુ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણીઓ છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *