સોલામાં પરિણીતા સાથે સસરા અને જેઠે જબરદસ્તીથી…પતિએ કહ્યું આવું રહેશે

Views 62

સોલામાં સસરા અને જેઠનો પુત્રવધૂની છેડતી કરીને દુષ્કર્મ કરવાનો હીન પ્રયાસ

સોલામાં હળાહળ કળિયુગના પતિ અને સાસરિયાઓનો પરણીતા પર આતંક

સસરા અને જેઠે દિકરી જેવી વહુના રૂમમાં જઇને દુષ્કર્મનો પ્રયાસ કર્યો.

શહેરના સોલા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ, સસરા, જેઠ જેઠાણી, મોટા સસરા અને સાસુ સામે સોલા પોલીસ સ્ટેશનમાં શારિરીક માનસિક ત્રાસ, દુષ્કર્મ, છેડતી સહિતની ફરિયાદ કરી છે. સસરા અને જેઠે દિકરી જેવી વહુના રૂમમાં જઇને તેની છાતી પર હાથ ફેરવીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પરિણીતાએ ધકકો મારીને બુમાબુમ કરીને બંન્ને તેના રૂમની બહાર કાઢી મુક્યા હતા. તેમજ પરિણીતાને ચિપીયો ચોંપી દીધો હતો.
દવાખાને લઇ જવાના બદલે અવાવરૂ જગ્યાએ લઇ જઇન ચામડાના પટ્ટા વડે મારી હતી. એટલુ જ નહી તેને મારી નાખીને એકસીડન્ટમાં ખપાવી દઇશુ તેમ તેના પતિ અંકીત, સાસુ ઉષા અને સસરા રાજેશે ધમકી આપી હતી. આખરે પરિણીતાએ હાથ જોડીને માફી માંગતા તેને ઘરે પરત લાવ્યા હતા. તેના પિતા પાસે 50 લાખ રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં થયો છે. પરિણીતા પર કેરોસીન નાંખીને જીવતી સળગાવી દેવાની ધમકી પણ તેના સાસરિયા અનેકવાર આપતા હતા.
પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ પતિ અને સાસરિયાઓ દહેજની માગણી કરતા હતા. પતિ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધતો અને માર મારતો હતો. સસરા અને જેઠ પતિની ગેરહાજરીમાં બેડરૂમમાં આવીને જબરદસ્તીથી પકડી કપડાં કાઢી છાતી અને પેટના ભાગે હાથ ફેરવીને શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કરતા હતા. આ મામલે પત્નીએ પતિને કહેતા તેણે જવાબ આપ્યો હતો કે આવું જ રહેશે. દહેજ માગી અને મારામારી કરી ત્રાસ આપતા પરિણીતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *