*બુદ્ધ વિધી થી લગ્ન*
તારીખ :૧૭/૧૦/૨૦૨૧ ના રોજ ગામ મુડાણા હાલ રહે- મહેસાણાના વતની કિશનભાઇ હેમાભાઈ વણકર તેમજ તેમના જીવનસાથી પ્રગતિબેન કિશનભાઇ વણકર ના ચિરંજીવી કરણ કિશનભાઇ વણકર ના લગ્ન ગામ સમોડા ,રહે- સિધ્ધપુર ના વતની હાલ રહે- પાટણ પ્રદીપભાઇ દલપતભાઈ સોલંકી તેમજ તેમના જીવનસાથી દક્ષાબેન પ્રદીપભાઈ સોલંકી ની ચિરંજીવીની પૂર્વિકા પ્રદીપભાઈ સોલંકી સાથે બુદ્ધ વિધિ થી કરવામા આવ્યા. અને આ લગ્ન ના પ્રસંગે પાટણ ના સામાજિક યોદ્ધા વકીલ મનોજ પરમાર , પાટણ ના સામજીક કાર્યકર મહેશભાઈ ઝાલા , પાટણના સામજીક કાર્યકર્તા મહેશભાઇ સોલંકી ,સ્વ. નરેશ કનોડિયા તેમજ સ્વ.મહેશ કનોડીયા ના ચાહક રમેશભાઇ વાણિયા એ લગ્નગ્રંથિથી જોડાયેલા બન્ને જીવનસાથી ને બુદ્ધ નુ તૈલી ચિત્ર આપીને આશીર્વાદ આપ્યા હતા,ત્યારે પ્રસંગ મા ઉપસ્થિત બધાજ મહેમાનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને વાતાવરણ પણ સકારાત્મક થઈ જવા પામ્યુ હતું.
પાટણ જીલ્લા ના સિદ્ધપુર તાલુકા મા બુદ્ધ વિધિ થી લગ્ન પ્રસંગ યોજાયો
Views 68