સુરતના મોટા વરાછામાં મહેફીલે ઇસ્લામ બિલ્ડિંગમાં મહાત્મા ગાંધીજીએ સભા સંબોધી હતી

Views 63

  • બાપુની યાદમાં મહેફીલે ઇસ્લામ ટ્રસ્ટે આ બિલ્ડિંગ આજે પણ જાળવી રાખ્યું છે
  • મોટા વરાછામાં મહાત્મા ગાંધીજીનો સુરત સાથેનો નાતો
  • દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા બાદ ઇ.સ.1916માં ગાંધીજી સુરત આવ્યા હતા
મોટા વરાછામાં મહેફીલે ઇસ્લામ બિલ્ડિંગમાં 1916માં ગાંધીજીએ સભા સંબોધી હતી. ગાંધીજીએ સભામાં હિંદુ-મુસ્લિમ કોમી એકતા અને જીવ દયા પર ભાર મૂક્યો હતો. મહેફ્લિે ઇસ્લામ ટ્રસ્ટ એ ગાંધીજી ની યાદમાં આ બિલ્ડિંગ આજે પણ જાળવી રાખ્યું છે. મોટી સંખ્યામાં લોકો ગાંધીજીને સાંભળવા માટે મોટા વરાછા ઉમટી પડયા હતા.

2જી ઓકટોબર ગાંધી જયંતિને સાથે વિશ્વ અહિંસા દિવસ તરિકે પણ ઉજવવામાં આવે છે. 2જી ઓક્ટોબર 1869ના દિવસે પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો હતો. ગાંધીજી સાથે સુરતનો ખૂબ જ જૂનો નાતો છે. ગાંધીજી જ્યારે વકીલાત માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા ત્યા આફ્રિકાથી ઈ.સ. 1915માં ભારત પરત ફર્યા બાદ તેઓ 1916માં સુરતની મુલાકાતે આવ્યા હતા. તારીખ 4 જાન્યુઆરી 1916ના દિવસે કઠોરથી બળદગાડા બેસી ગાંધીજી મોટા વરાછામાં આવેલ મહેફ્લિે ઇસ્લામ ટ્રસ્ટ ના મકાનમાં આવ્યા હતા.
મોટા વરાથા અસ્લમ જાગીરદારીનું ગામ તરીકે ઓળખાતું હતું. આઝાદીની લડાઈમાં પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. કોમી એકતાના પ્રતિક સમાન મોટા વરાછા ગામમાં મહાત્મા ગાંધીએ વિશાળ જનસભાને સંબોધી હતી. તે ગૌરવ આજે પણ ગામના લોકો વાગોળી રહ્યા છે. ગાંધીજીએ મહેફીલે ઇસ્લામ ટ્રસ્ટના મકાનમાં ભાષણ આપતા જણાવ્યું હતું કે, હિન્દુ અને મુસ્લિ કોમે એક થવાનો સમય આવી ગયો છે. બંને કોમોએ એકબીજાની મદદ કરવી જોઈએ અને કરશે એવી આશા રાખું છું. દરેક મનુષ્યએ પ્રાણીઓ પ્રત્યે જીવદયા રાખવી જોઈએ. મારા સ્વાર્થ ખાતર મારે મોટા વરાછા વહેલી તકે આવવા માટે કમને બળદ ગાડામાં બેસવુ પડયું હતું.
હિન્દુ ધર્મમાં ગાય અને બળદને હાનિ પહોંચાડવા પર મનાય છે જ્યારે ઈસ્લામ ધર્મમાં પણ પ્રાણીઓ પ્રત્યે જીવ દયા રાખવાનો ઉલ્લેખ છે. પ્રાણીઓને હાનિ પહોંચાડતા મનુષ્યએ વિચાર કરવો જોઈએ કે તેણે ઈશ્વરના દરબારમાં આ ગંભીર પાપનો જવાબ આપવાનો છે. તેમ જણાવી બંને કોમને પ્રાણીઓ પર દયાભાવ રાખવા આગ્રહ કર્યો હતો. આ જનસભામાં આવેલા હિન્દુ-મુસ્લિમોની કોમી એકતાના દર્શન કરી મહાત્મા ગાંધી ખુબ પ્રભાવિત પણ થયા હતા. લોકોએ ગાંધીજી તરફ્ બતાવેલી લાગણી થી પ્રભાવિત થઈ તેમણે જનમેદનો ઉપકાર માન્યો હતો.
1905માં મહેફીલે ઇસ્લામ ટ્રસ્ટની સ્થાપના
મુળ મોટા વરાછા ના વતની અને દક્ષિણ આફ્રિકામાં સ્થાય થયેલા ઈસ્માઈલ ઈબ્રાહીમ ભૌપાતેએ મોટા વરાછામાં ઈ.સ.1905માં મહેફીલે ઈસ્લામી સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટે મસ્જિદ મદ્રેસા હોસ્પિટલ વગેરેનું નિર્માણ પણ કર્યું હતું. આ ટ્રસ્ટ દ્વારા નિર્માણ સ્કૂલની અંદર 85 ટકા બાળકો હિન્દુના અભ્યાસ કરતા હતા.
મનપા દ્વારા બિલ્ડિંગ પર ગાંધી તકતીનો ખોટો વાયદો
ભારતના પૂર્વ પ્રમુખ કાશી અહમદએ જણાવ્યું હતું કે, મનપાના અધિકારીઓએ આ મકાનમાં ગાંધીજીની યાદો હોવાથી મહાત્મા ગાંધીની તકતી લગાડવામાં આવશે એવો વાયદો મહાનગર પાલિકાના અધિકારીઓએ કર્યો હતો. પરંતુ ઘણા વર્ષો બાદ પણ મનપા દ્વારા ગાંધીજીની તકતી આ મકાનમાં લગાડવામાં આવી નથી.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *