નવનિયુક્ત રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે જન આશીર્વાદ યાત્રા અંતર્ગત કાલોલ મતવિસ્તારની મુલાકાત લેતા ભારે ઉત્સાહ જોવા મળ્યો.

Views 75

હાલ ગુજરાત સરકારમાં અચાનક આવેલા સત્તા પરિવર્તન સાથે નવા મંત્રીમંડળમાં સ્થાન પામેલા પંચમહાલ જિલ્લાના એકમાત્ર મોરવા હડફ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય નિમિષાબેન સુથારને આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્થાન પામ્યા પછી તાજેતરમાં ભાજપ શાસિત નવી રાજ્ય સરકાર દ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે જન આશીર્વાદ યાત્રા અંતર્ગત શુક્રવારે આદિજાતિ વિકાસ મંત્રી નિમિષાબેન સુથારે કાલોલ તાલુકાના મતવિસ્તારની મુલાકાત લીધી હતી.

શુક્રવારે બપોર પછીના મંત્રી નિમિષાબેન સુથારે કાલોલ
શહેરમાં બસ સ્ટેન્ડ સામે આવેલા ભાજપ કાર્યાલય ખાતે કાલોલના ભાજપના સ્થાનિક નેતાઓ મહિલાઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ત્યારબાદ કાલોલ તાલુકાના દેલોલ મુકામે પ્રથમ કાલોલ તાલુકાના સ્વર્ગસ્થ માજી ધારાસભ્ય અરવિંદસિંહ રાઠોડના પરિવારજનો સાથે મળીને પુર્વ ધારાસભ્ય સાથેની યાદો, યોગદાન અને ઉમદા સ્વભાવને ભાવયુક્ત શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ તમામ કાર્યક્રમમાં જિલ્લા પક્ષ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, કાલોલ ના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, પૂર્વ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ આમંત્રિત સભ્ય રાજપાલસિંહ જાદવ,તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, પાલિકા પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય, ભાજપ પક્ષ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ સહિતના અનેક કાર્યકરો સાથે મુલાકાત અને મંત્રણા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ તરીકે મહિલા મંત્રીના ભવ્ય સ્વાગત માટે કાલોલ વિસ્તારમાં ભાજપ શાસિત એવા કાલોલ ધારાસભ્ય, કાલોલ પાલિકા, કાલોલ તાલુકા પંચાયત, કાલોલ જીલ્લા પંચાયત અને કાલોલ શહેર અને તાલુકાના ભાજપ સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો કેસરીયા રંગે રંગાઈને ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે મંત્રીનું સ્વાગત કરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

કાલોલ સ્થિત ઉપસ્થિત રાજ્ય મંત્રી નિમિષાબેન સુથારે પ્રસંગોચિત કાલોલ મતવિસ્તારના પુર્વ ધારાસભ્યો અને પુર્વ પ્રમુખોના યોગદાન અને સિદ્ધિઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી કાલોલમાં ભાજપનો વિજય અને પ્રજાનો વિકાસ વધતો રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ત્યારબાદ અંતમાં નિમિષાબેન સુથારે મારી મોરવા હડફ વિધાનસભા ની પેહલાં કાલોલ વિધાનસભા મારા માટે કોઈપણ કામમાં અગ્રેસર રહેશે તેવું જણાવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *