સિધ્ધપુર તાલુકાના કુવારા ગામની ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરાનો ગામના શખ્સે પીછો કરીને બીજા શખ્સની મદદથી કારમાં અપહરણ કરી દુષ્કર્મ આચયું હતું. ભોગ બનનારે ફરી બીજીવાર તેનો પીછો કરતાં ગભરાઈ જતા સગીરાએ કપૂરની ગોળી પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તેની તબિયત રથડતા સારવાર ખસેડાઈ હતી. કાકોશી પોલીસ મથકે બે યુવાન સામે ફરિયાદ નોંધાવી હતી.
સિધ્ધપુર તાલુકાના કુવારા ગામે રહેતી 15 વર્ષીય સગીરા ધોરણ 9માં અભ્યાસ કરતી હોય તેમના ગામે આવેલ હાઇસ્કૂલ ખાતે અભ્યાસ અર્થે જતી હતી. ત્યારે સ્કૂલ નજીક વિસ્તારમાં રહેતો ઠાકોર પ્રવિણજી દિનાજી તેનો પીછો કરી બીજા એક શખ્સની મદદથી 30-12-2022ના રોજ બપોરના આશરે બે વાગ્યાના સમયે ગાડીમાં અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
સગીરાને પરત ગામમાં મુકી તેને તથા તેના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપતાં પરિવારને કહ્યું ન હતું. પણ છેલ્લા બે દિવસ અગાઉ શખ્સ ફરીથી વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો જેને સગીરાએ 2-2-2023ના બપોરના આશરે ત્રણેક વાગ્યાના સમયે ઘરે કપુરની ગોળી પી જતાં તબિયત લથડી હતી. પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડી હતી. સારવાર દરમિયાન નિવેદન આધારે કાકોશી પોલીસ મથકે બે શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.