હોળી-ધુળેટીમાં જુગાર રમવા બાબતે સાબરમતી વિસ્તારમાં ઝગડો થયો હતો. જેમાં જુગાર રમવાની ના પાડનારા યુવક હસમુખ બાલાભાઈ પરમાર તેમજ તેના 3 ભાઈ ઉપર કેટલાક લુખા તત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો.
જો કે આ ઘટનાના પગલે સ્થાનિક લોકો ભેગા થઇ જતા હુમલાખોરો પથ્થરમારો કરીને ત્યાંથી ભાગી નીકળ્યા હતા. માથામાં ઈંટ વાગવાથી એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે હસમુખાઈ સહિત અન્ય 4 થી 5 જણાંને સામાન્ય ઈજાઓ થઇ હતી. આ અંગે સાબરમતી પોલીસે પીયૂષ અને તેની સાથેના માણસો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.