સગીરાનો ક્યાંય પત્તો ન લાગ્યો:ગાંધીનગરમાં સરકારના ઉચ્ચ વિભાગના કર્મચારીની સગીરવયની દીકરી ઘરેથી દુધ લેવાનું કહીને નીકળી, ત્રણ દિવસ વિતવા છતા પરત ન ફરી

Views 164

સગીરાનો ક્યાંય પત્તો ન લાગ્યો:ગાંધીનગરમાં સરકારના ઉચ્ચ વિભાગના કર્મચારીની સગીરવયની દીકરી ઘરેથી દુધ લેવાનું કહીને નીકળી, ત્રણ દિવસ વિતવા છતા પરત ન ફરી

  • અજાણ્યા ઈસમે સગીરા અમદાવાદ હોવાની જાણ કરીને ઘરે બોલાવી હાથ ચાલાકી કરી

     ગાંધીનગરના કુડાસણથી ત્રણેક દિવસ અગાઉ દૂધ લેવાનું કહીને ઘરેથી નીકળેલી સરકારના ઉચ્ચ વિભાગના કર્મચારીની સગીર વયની દીકરી પરત નહીં આવતાં માતાએ અમદાવાદના યુવક સામે શંકા વ્યક્ત કરીને અપહરણનો ગુનો ઈન્ફોસિટી પોલીસ મથકમાં દાખલ કરાવ્યો છે.

*શોપિંગથી દૂધ લઈને આવું છું કહીને સગીરા ઘરેથી નીકળી
ઈન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સીએમ કાર્યાલયમાં ફરજ બજાવતા કર્મચારી કુડાસણ મુકામે પરિવાર સાથે રહે છે. ગત તા. છઠ્ઠી જૂલાઈના રોજ ઘરે તેમની પત્ની અને 17 વર્ષની સગીર દીકરી હાજર હતા. સાંજના સમયે દીકરી શોપિંગથી દૂધ લઈને આવું છું કહીને ઘરેથી નીકળી હતી. જે અડધો કલાક સુધી પરત નહીં આવતાં પરિવારજનોએ ગાંધીનગરમાં શોધખોળ આદરી હતી, પરંતુ સગીરાનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો.

*પરિવારજનો સગીરાને લેવા બોલાવ્યા
આ દરમિયાન મોટી દીકરીને અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને કહ્યું હતું કે, સગીરા અમારા ઘરે અમદાવાદ વાસણા ભવાનીનગર છે. તમે આવીને એને લઈ જાઓ. આથી તેને લેવા માટે પરિવારજનો ગયા હતા. જ્યાં પરિવારજનો સાથે સામા વાળાએ હાથ ચાલાકી કરતા તેમને અમદાવાદ વી.એસ હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા. જ્યારે સગીર દીકરી પણ ત્યાંથી મળી આવી ન હતી.

*ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધ્યો
આ અંગે સગીરાની માતાએ વાસણા ભવાની નગરમાં રહેતા શખ્સ સામે શંકા વ્યક્ત કરી ફરિયાદ આપતાં ઈન્ફોસિટી પોલીસે સગીરાના અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

                                                                                                                                                                                           અહેવાલ – તેજાજી ચૌહાણ 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *