શ્રી ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ ગોઝારિયા ના એન.એસ.એસ.યુનિટ આયોજિત મહિલા સુરક્ષા કાર્યક્રમ નું આજરોજ તારીખ ૧૧/૧૨/૨૦૨૧ ને શનિવારે શાળાના પ્રાર્થના હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કાર્યક્રમના અધ્યક્ષ શ્રી એસ ડી.ચાવડા ( પી એસ આઈ લાંઘણજ પોલીસ સ્ટેશન ) , મુખ્ય મહેમાન શ્રી અશોકકુમાર ગિરધરદાસ પટેલ ( પ્રો. ગવર્મેન્ટ આર્ટસ કોલેજ,ગાંધીનગર ) , અતિથિ વિશેષ શ્રી જાગૃતિબેન ગોસ્વામી મહિલા પોલીસ અધિકારી લાંઘણજ , શ્રીમતી અલ્પાબેન સંજયભાઈ સુથાર( રક્ષબંધન પર્વના આજીવન દાતા ) તેમજ શ્રી જે.એન. પટેલ સાહેબ ( ટ્રસ્ટીશ્રી ગોઝારિયા કેળવણી મંડળ),શ્રી ગાયત્રીબેન બારોટ( આચર્યાશ્રી, નીમા ગર્લ્સ આર્ટસ કોલેજ ગોઝારીયા),પ્રોગ્રામ ઓફિસર શ્રી રેખાબેન ચૌધરી ની વિશેષ ઉપસ્થિતિ માં મહિલા સુરક્ષા સંદર્ભે ડાયલ ૧૮૧ અને ૧૦૦ નંબર તેમજ વિવિધ કાયદાઓની મહત્વપૂર્ણ માહિતી શ્રી એસ. ડી.ચાવડા સાહેબ તેમજ જાગૃતિબેન દ્વારા શાળાની દીકરીઓને આપવામાં આવેલ હતી.
તથા શ્રી એ.જી. પટેલ સાહેબે દીકરીઓને નિર્ભય બનવા તેમજ પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવા અને સ્વ રક્ષણ ના મહત્વ વિશે સમજ આપેલ હતી શાળાના પ્રોગ્રામ ઓફિસર રેખાબેન ચૌધરી એ એન.એસ.એસ. ની પ્રવૃતિ અંગેની વિગતવાર માહિતી રજૂ કરેલ હતી
તથા શ્રી જે. એન. પટેલ સાહેબ અને ડો.ગાયત્રીબેન બારોટ મેડમે વર્તમાન સમયમાં આત્મવિશ્વાસ અને શિક્ષણ સાથે સુરક્ષા વિશે રસપ્રદ વિચારો વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે શ્રી એ.જી. પટેલ સાહેબ તરફથી દીકરીઓને રમત ગમત ના સાધનો પેટે રૂપિયા ૫૦૦૦/- ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા.
રક્ષાબંધન પર્વ ના આજીવનદાતા શ્રી સંજયભાઈ સુથાર (એકતા માર્બલ,ગોઝારિયા) તરફથી શાળાની તમામ દીકરીઓને પેન, ચોકલેટ અને બિસ્કીટ ની ભેટ આપવામાં આવેલ હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન શ્રી દિલીપભાઈ એસ. નાથ સાહેબે કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમની સફળતા બદલ આચાર્યશ્રી મુકેશભાઈ લિંબાચિયા સાહેબ સમગ્ર મહેમાનો અને શાળા પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.
HBN TV NEWS
નયન પટેલ બ્યુરોચીફ
ગુજરાત