અમદાવાદ ક્રિમીનલ કોર્ટ બાર એસોસિએશન ની આગામી ચૂંટણી જંગ ના માહોલ માં ક્રાંતિકારી પરિવર્તન લાવવા યુવા ધારાશાસ્ત્રી શ્રી હસમુખ જી ચાવડા પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી રહ્યા છે

Views 148

અમદાવાદ ક્રિમીનલ કોર્ટ બાર એસોસિએશન ની આગામી ચૂંટણી જંગ ના માહોલ માં ક્રાંતિકારી પરિવર્તન લાવવા યુવા ધારાશાસ્ત્રી શ્રી હસમુખ જી ચાવડા પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી રહ્યા છે.તમામ સિનિયર વિદ્વાન એડવોકેટ અને નવયુવાન વકીલ મિત્રો માં લોકપ્રિય ચાવડા હસમુખભાઈ ને તમામનું સમર્થન છે.અમદાવાદ ક્રિમીનલ કોર્ટ બાર એસોસિએશન માં વકીલોના પ્રશ્નો ને વાચા આપવા, બારની ગરિમા ને, તથા પ્રતિષ્ઠા ને નવી ઊંચાઈ પર પહોંચાડવાની નેમ સાથે તેઓશ્રી એ પોતાની ઉમેદવારી નોંધાવેલ છે. તેઓ પ્રથમ વખત પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી રહ્યા છે. અને સર્વે નો અભૂતપૂર્વ પ્રતિસાદ મેળવી રહ્યા છે અને તમામ વકીલ મિત્રો તેઓનો ઉત્સાહ વધારી રહ્યા છે.અગાઉની ટર્મ માં સને 2019 થી 2021 સુધી ના તેમના ઉપપ્રમુખ ના કાર્યકાલ માં તમામ વકીલો ની તકલીફ માં હંમેશા ખભે ખભા મિલાવી ખડે પગે હાજર રહ્યા હતા. લાયબ્રેરી નું નવીનીકરણ, રેસ્ટ રૂમ ની વ્યવસ્થા બાર એસોસિએશન ના સંપૂર્ણ સાથ અને સહયોગ થી કરાવેલ છે કોરોના ના કપરા સમય માં તેઓશ્રી એ ખુબજ ઉમદા કામગીરી બાર એસોસિએશન સાથે રહી અને વ્યક્તિગત રીતે પણ નિભાવી હતી જે તમામ વકીલ મિત્રો સતત યાદ કરે છે અને તેમને વકીલમિત્રો ના આગ્રહ અને લાગણી થી અભિભુત થઇ પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી છે. અમદાવાદ ક્રિમીનલ કોર્ટ બાર એસોસિએશન માં વકીલ મિત્રો અને તેમના પરિવાર માટે વેલ્ફેર સ્કીમ લાગુ કરવી, તેમજ જુનિયર વકીલ મિત્રો ની સમસ્યાઓ ને વાચા આપી નિરાકરણ લાવવાના પ્રયાસો કરશે.

અમદાવાદ ક્રિમીનલ કોર્ટ બાર એસોસિએશન ના તમામ વકીલ મિત્રો શ્રી ચાવડા હસમુખભાઈ જેવા યુવા, લડાયક, અને સતત વકીલ મિત્રોના હિત માં સેવાકરતા ઉમેદવાર માટે માટે મતદાન કરે.

HBN TV NEWS

 આવાજ હિન્દુસ્તાન કી

હર હંમેશ સત્ય ની સાથે

અહેવાલ જગદીશ સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *