પાલનપુર પંથકમાં ફરજ બજાવતી શિક્ષિકાની સગાઈ થયા પછી તેણીને બદનામ કરવા માટે અજાણ્યા શખ્સે તેના મંગેતરના ઇન્સ્ટાગ્રામ ઉપર અશ્લીલ લખાણ અને ફોટા મુક્યા હતા. બંનેના સંબંધો વચ્ચે તિરાડ ઉભી થતા શિક્ષિકાએ અજાણ્યા શખ્સ સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પાલનપુર પંથકમાં ફરજ બજાવતી શિક્ષિકાની ચાર માસ અગાઉ સગાઇ થઇ હતી. જેનું તેમના સગા દ્વારા સ્ટેટશ મુકવામાં આવ્યુ હતુ. દરમિયાન તે દિવસથી કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા જુદા-જુદા ત્રણ ઇન્ટ્રાગ્રામ આઇડી બનાવી તેના પરથી શિક્ષિકાના પતિના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર તેણીના વિશે વિગત મેસેજ કર્યા હતા તેમજ અશ્વિલ ફોટા મોકલાવ્યા હતા. આ બાબતની વાત પતિએ શિક્ષિકાને કરી હતી
બંને જણા સગાઈ પછી ફરવા ગયા હતા. ત્યારે પણ પતિના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર તેણીનું બિભત્સ લખાણ અને કોલેજકાળ સમયના ફ્રેન્ડ સર્કલના ફોટાઓ ક્રોપ કરી મૂકવામાં આવ્યા હતા. જે બાબત પતિના મિત્રોએ તેમને જાણ કરી હતી. અજાણ્યા શખ્સના કરતુતોથી શિક્ષિકાને પતિ સાથે સંબંધોમાં તિરાડ પડી હતી. આ અંગે તેણે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.