ટી-૨૦ મેચમાં ક્રિકેટ સટ્ટો રમાડતા યુવકને વસ્ત્રાલમાંથી ઝડપી લેવાયો

Views 54

અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા વસ્ત્રાલમાં દરોડો પાડીને પાકિસ્તાનના રાવલપિંડીમાં પાકિસ્તાન પ્રિમિયર લીગની રમાઇ રહેલી ટી-૨૦ મેચ પર સટ્ટો બુક કરાવી રહેલા એક યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. જે અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સાયબર ક્રાઇમના સ્ટાફને બુધવારે સાંજે બાતમી મળી હતી કે વસ્ત્રાલમાં  મેટ્રો સ્ટેશન પાસે એક યુવક ઓનલાઇન ક્રિકેટ સટ્ટો બુક કરાવી રહ્યો છે. જેના આધારે પોલીસે તપાસ કરતા સંદીપ મનુભાઇ ગોહિલ રહે. રબારી કોલોનીને ઝડપીને તેની પાસે રહેલા મોબાઇલ ફોનમાં તપાસ કરતા  તે પાકિસ્તાન પ્રિમિયર લીગની પેશાવર અને લાહોર વચ્ચે રમાઇ રહેલી ટી-૨૦ મેચમાં  લાઇવ સ્કોરને આધારે સટ્ટોડિયાઓ પાસેથી સટ્ટો બુક કરતો હતો.  આ સટ્ટાની લીંક તેને રિયાન્સ રાણા નામના વ્યક્તિ પાસેથી મળી હતી. અને તેમાં લોગ ઇન કરીને તે સટ્ટો રમતો હતો.  પોલીસને તેની પાસેથી કેટલાંક સટ્ટોડિયાઓના નામની યાદી પણ મળી આવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરીછે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *