વિજળી વગરનું ગામ, 2 કી.મી દૂર થાય છે મોબાઈલ ચાર્જ

Views 146

ગામ લોકો માટે આધુનિકતાના ઉપરકરણો રમકડાં સમાન

રસ્તા, પાણી જેવી પાયાની સુવિધાઓથી ગામ વંચિત

દેશને આઝાદી પછી કોંગ્રેસ સરકાર દ્વારા ભારત નિર્માણ કરવામાં આવ્યું હતુ. અને હાલ ભાજપ દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે. જોકે આજે પણ રાજ્યના કેટલાય એવા ગામ છે જ્યાં નિર્માણ બાકી છે. તો ક્યાંક વિકાસના કારણે ગુજરાતમાં આઝાદી પછી પણ અંધકાર યથાવત છે. રાજ્યના છેવાડે અને રાજસ્થાનની સરહદે આવેલ મહીસાગર જીલ્લાનું વાંકા ગામ જે આજે આઝાદીના વર્ષો પછી પણ રસ્તા, પાણી અને વીજળી જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે. જ્યાં ગામ લોકો માટે આધુનિકતાના ઉપરકરણો રમકડાં સમાન છે.
રાત્રીના સમયે કેરોસીનનો દીપ પ્રગટાવી અભ્યાસ
લુણાવાડા તાલુકાના આ ગામમાં અંદાજીત 600 લોકો વસવાટ કરે છે. ગામમાં ધોરણ 1 થી લઇ કોલેજ સુધીમાં હાલ 70 થી વધુ બાળકો અભ્યાસ કરે છે. જેમણે કોરોના સમયે ઓન લાઈન શિક્ષણ મળેવા માટે સ્માર્ટફોનની ખરીદી કરી છે. પણ વીજળી ન હોવાના કારણે 2 કી.મી દૂર નજીકના ગામમાં મોબાઈલ ચાર્જ કરવા જાય ત્યારે વીજળીની સુવિધા મળે છે. ગામ ના બાળકો આજે પણ રાત્રીના સમયે કેરોસીન કે તેલનો દીપ પ્રગટાવી અને અભ્યાસ કરે છે.
વૃદ્ધ માણસોની અંતિમ ઈચ્છા છે કે જીવતા જીવ ઘરે વિજળીનો દીપ સળગે
ગામ લોકોની પર જાણે કુદરત પણ ખેલ ખેલતી હોય તેમ ચોમાસામાં વરસાદ પડે અને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવે તો ઘરમાં પાણી ભરાઇ જાય છે. જેના કારણે ગામમાં આજે પણ એક પણ પાકું મકાન નથી. ટાડપત્રી અને લાકડા સહારે પોતના પરિવાર અને પશુ સાથે અહીં ના લોકો જીવન ગુજારે છે. એવું નથી કે ગામમાં કોઈ શિક્ષિત નથી ગામ અને ગ્રામ પંચાયતના ઘણા માણસો દિવાથી ભણી અને સરકારી નોકરી મેળવી છે. ગામના વૃદ્ધ માણસોની અંતિમ ઈચ્છા છે કે જીવતા જીવ ઘરે વિજળીનો દીપ સળગે.
બંને સરકાર આવી અને શાસન કર્યું પણ વિકાસ થયો નથી
ખારોલ ગ્રામ પંચાયતમાં અંદાજીત 5 હજારની વસ્તી છે અને 4 ગામો આવેલા છે. જે પૈકીનું આ એક ગામ છે. જેમાં સરકારની અલગ અલગ યોજના કાર્યરત હોવા છતાં એક પણ યોજનાનો લાભ આ ગામને નસીબ નથી. જેની પાછળનું કારણ છે સરહદની વહેંચણી. જ્યાં મહીસાગર અને પંચમહાલની સરહદ હોવાના કારણે મતદાન અને ડોક્યુમેટ પુરવા મહીસાગર અને જમીન પંચમહાલમાં હોવાનાં કારણે ન સરકારની સહાય મળે ન યોજનાઓનો લાભ મળે છે. જેના કારણે આજે પણ પાણી વીજળી અને રસ્તા સહિતની પાયાની સુવિધા આ ગામના નસીબમાં નથી. જોકે ભાજપ અને કોંગ્રેસ બંને સરકાર આવી અને શાસન કર્યું પણ વિકાસ થયો નથી.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *