વડોદરામાં સામુહિક દુષ્કર્મ બાદ આપઘાત મામલે પીએમ રિપોર્ટમાં મોટો ખુલાસો

Views 143

યુવતીએ આપઘાત કર્યાનો FSLનો અભિપ્રાય

રિપોર્ટ જલ્દી આપવા FSLને પત્ર લખવામાં આવ્યો

વડોદરામાં સામુહિક દુષ્કર્મ બાદ આપઘાત મામલે સામુહિક દુષ્કર્મ થયાની પીએમ રિપોર્ટમાં પુષ્ટી થઇ છે. તથા યુવતીએ આપઘાત કર્યાનો FSLનો અભિપ્રાય છે. તથા હજુ પણ FSLનો રિપોર્ટ આવ્યો નથી. તેમજ પોલીસ દ્વારા રિપોર્ટ જલ્દી આપવા ગાંધીનગર FSLને પત્ર લખવામાં આવ્યો છે.
આપઘાત મામલે ચોંકાવનારી વિગતો બહાર આવી
વડોદરાના સામુહિક દુષ્કર્મ બાદ આપઘાત મામલે ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. જેમાં યુવતીના કપડા પલળેલા અને ગળામાં ફાંસો ખાધાના વી શેપ નિશાન છે. તેમાં યુવતીએ આપઘાત કર્યાનો FSL નો અભિપ્રાય છે. તથા દુષ્કર્મ થયાની પીએમ રિપોર્ટમાં પૃસ્ટી છે. દુષ્કર્મના વૈજ્ઞાનિક પુરાવા માટે FSL ની મદદ માંગવામાં આવી હતી. તેમાં લાંબો સમય થયો છતાં FSL નો રિપોર્ટ આવ્યો નથી. જેથી રેલવે પોલીસે જલ્દી રિપોર્ટ આપવા ગાંધીનગર FSL ને વિનંતી પત્ર લખ્યો છે. તેવામાં સોમવારે રિપોર્ટ આવે તેવી શક્યતા છે.
જાણો શું હતી ઘટના:
દિવાળીની સવારે વલસાડ રેલવે સ્ટેશન પર “ગુજરાત ક્વિન” ટ્રેનના કોચમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલી યુવતીના કેસમાં જેમ-જેમ તપાસ આગળ વધતી જાય છે, તેમ-તેમ તેના મોતનું રહસ્ય વધારે ઘેરાતું જઈ રહ્યું છે. હવે પીડિતાની માતાએ સંદેશ ન્યૂઝ સમક્ષ મોટો ખુલાસો કરતાં કહ્યું છે કે, મારી દીકરી સંજીવ મારી દીકરી સંજીવભાઈના કહેવાથી નવસારી આવી હતી.પીડિતાની માતાનું કહેવું છે કે, ઘટનાના 10 દિવસ પહેલા દીકરીએ મને ફોન કર્યો હતો, ત્યારે તે ખૂબ જ ખુશ હતી. 31 ઑક્ટોબરે જ તે નવસારી ઘરે આવી હતી. જો કે ઘટના સમયે મારી દીકરી નવસારી આવવા માંગતી નહતી, પરંતુ સંજીવભાઈના કહેવાથી તે આવી હતી. જે બાદ 4 નવેમ્બરે તેનો મૃતદેહ વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાંથી મળી આવ્યો હતો.
યુવતીના મોતનું ઘૂંટાતુ રહસ્ય
વલસાડ ટ્રેનમાં લટકતી હાલતમાં મળી આવેલી યુવતીના મોત અંગે ઘૂંટાતુ રહસ્ય હજુ અકબંધ રેહવા પામ્યું છે. પીડિત યુવતીના જીવન-મૃત્યુ વચ્ચે અડધો કલાકનું રહસ્યો ઘૂટાઈ રહ્યું છે. યુવતીના મૃત્યુ પહેલા તેને ટ્રેનમાં જોનારા વ્યક્તિનો મોટો ખુલાસો સામે આવ્યું છે. જે મુજબ વલસાડ સ્ટેશન સુધી યુવતી જીવિત આવી હતી. ટ્રેનમાં સાફ-સફાઈ કરનારા યુવકના જણાવ્યા મુજબ, વલસાડ સુધી પીડિત યુવતી જીવતી આવી હતી. વલસાડ સ્ટેશન પર રાત્રે દોઢ વાગ્યા સુધી યુવતી ટ્રેનમાં જીવિત હતી. ટ્રેનમાં સફાઈ કરનારા યુવકે તેને વલસાડ સ્ટેશન લાસ્ટ સ્ટોપ છે કહીને ઉતરી જવા પણ જણાવ્યું હતું. જો કે યુવતી ટ્રેનમાં ખુલ્લા વાર રાખીને રડતી-રડતી સીટ પર બેસી રહી હતી. જે બાદ યુવક ત્યાંથી રવાના થઈ ગયો હતો.
જેના અડધો કલાક બાદ યુવતી લટકતી હાલતમાં જોવા મળી હતી. આમ યુવતીના જીવન અને મૃત્યુના વચ્ચેના અડધા કલાકના સમયમાં ટ્રેનમાં શું બન્યું તે રહસ્ય અકબંધ છે. યુવતીને મારી નાંખીને લટકાવી દેવામાં આવી કે પછી તેણે આપઘાત કર્યો? તેને લઈને સવાલો ઉઠી રહ્યાં છે પોલીસ તપાસ હજુ અંધારામાં જ હવાતિયા મારી રહી છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *