સુરતમાં ગુનેગારો સક્રિય, ભાઇગીરીમાં યુવાનની કરાઇ હત્યા

Views 154

ગેંગવોરને લઈ હત્યા કરવામાં આવી છે

લાશને પ્રેમનગરની ખાડીમાં નાખી દેવામાં આવી

સુરત ફરી એક વખત કેટલાક વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે. જેમાં ઈસમો ગંભીર ગુનાને અંજામ આપતા હોય છે. જેમાં ઉધના વિસ્તારમાં એક યુવકને માર મારી હત્યા કરી દીધી છે. બાદ બીજા વિસ્તારમાં આવેલ ખાડીમાં ફેંકી દીધી હતી. જ્યારે માત્ર એક બીજાની દુશ્મનની જેમ કે ગેંગવોરને લઈ હત્યા કરવામાં આવી છે.
લાશને ખાડીમાં ફેકી દેવામાં આવી
સુરત જાણે ગુના ખોરી નગરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હવે સામાન્ય બાબતે પણ હત્યાને અંજામ આપતા ગુનેગારો અચકાતા નથી. પોતાના વિસ્તારમાં ભાઈગીરી કરવા કે એક બીજા ગેંગને સામે કોઈને કોઈ સામન્ય બાબતે ઝગડો કરી મોટું સ્વરૂપ ધારણ કરતા હોય છે. ત્યારે આવી જ ઘટના સુરતમાં બનવા પામી છે. ઉધનામાં યુવકની હત્યા કર્યા બાદ તેની લાશને ખાડીમાં ફેકી દેવામાં આવી હતી. બીજી તરફ રાત્રીના સમયે પોલીસ ઘટના સ્થળે દોડી આવી સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. આ બનાવમાં ઉધના પોલીસે ચાર લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
સચિન ઉર્ફે પપીયા રોમિયોગીરી કરતો
સુરતના ઉધના દર્શન બાગ પાસે સચિન ઉર્ફે પપીયા રોમિયોગીરી કરતો હતો. દરમિયાન સચિનને ગત મોડી રાત્રે ફટકાથી માર મારી તેની હત્યા કરવામાં આવી હતી. અને ત્યારબાદ તેની લાશને રીક્ષામાં લઇ જઈ પાંડેસરા પ્રેમનગરની ખાડીમાં નાખી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડતો થઇ ગયો હતો. ગંભીર ઘટનાને પગલે ઉધના અને પાંડેસરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પપ્પુ નામના યુવકની હત્યા કરી હોવાની વાત સામે આવી
બીજી તરફ ફાયર વિભાગની મદદ લઈને લાશને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાથી ત્યાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં ઉધના પોલીસે મોહનસિંગ, કાલુસિંગ, ગુરદિપ, શીબ્બા માલ્યા નામના ઈસમો સામે હત્યાનો ગુનો નોધી તપાસ શરુ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે થોડા મહિના પહેલા માથાભારે રાહુલ અને તેના સાગરિતોએ એક ચીકલીગરની હત્યા કરી હતી. જેનો બદલો લેવા માટે પપ્પુ નામના યુવકની હત્યા કરી હોવાની વાત સામે આવી રહી છે. જો કે આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

HBN TV NEWS 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *