- કેટરીનાની ડોલીમાં રાજસ્થાની મિરર વર્ક, મંદિરની સામે મંડપ બનાવવામાં આવ્યો
- વિકી કૌશલ 1 વાગે શેહરો બાંધશે
વિકી કૌશલ તથા કેટરીના કૈફ આજે, એટલે કે 9 ડિસેમ્બરે લગ્ન કરવાનાં છે. લગ્નમાં 120 જેટલા મહેમાનો સામેલ થાય એવી શક્યતા છે. કેટરીના તથા વિકી કૌશલના પ્રી-વેડિંગ ફંક્શન બે દિવસ ચાલ્યું હતું.
વિન્ટેજ કારમાં વરરાજાની એન્ટ્રી
વિન્ટેજ કારમાં બેસીને વિકી જાનમાં આવશે. જાનૈયાનું સ્વાગત ગુલાબની પાંખડીઓથી કરવામાં આવશે. ત્યારબાદ વિકી કૌશલ ઘોડી પર બેસશે.રાજસ્થાની અંદાજમાં કેટરીનાની ડોલી ડેકોરેટ કરવામાં આવી
કેટરીના લગ્નમાં ડોલીમાં બેસીને મંડપ સુધી આવશે. કેટરીનાની ડોલીના ડેકોરેશનમાં રાજસ્થાની ટચ આપવામાં આવ્યો છે. ડોલી પર મિરર વર્ક કરવામાં આવ્યું છે.મંડપ પણ ખાસ છે
કેટરીના તથા વિકીના લગ્ન મંડપને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. મંડપને એ રીતે બનાવવામાં આવ્યો છે કે તેની સામે મંદિર આવે. મંડપને ઓરેન્જ, યલો તથઆ પિંક કલરના ફેબ્રિકથી ડ્રેપ કરવામાં આવ્યો છે. મંડપની આસપાસ નાના-નાના ટેન્ટ્સ લગાવવામાં આવ્યા છે, અહીંયા મહેમાનો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે.સાંજે 7 વાગે ફેરા ફરશે
બપોરે 1 વાગે વિકી કૌશલ શેહરો બાંધશે. ત્યારબાદ ત્રણ વાગે વરરાજા-દુલ્હન લગ્નના મંડપમાં આવશે. બંને સાંજે 7 વાગે ફેરા ફરશે. પછી ડિનર પાર્ટી યોજાશે.
કેટરીના-વિકીએ પ્રાઇવસીનું ઘણું જ ધ્યાન રાખ્યું છે.15 ટન ફૂલો આવ્યા
લગ્ન માટે ગાઝીપુરથી 15 ટન ફૂલ મહેલમાં આવ્યા છે. ફોર્ટની અંદર મંડપને ડેકોરેટ કરવામાં આવી રહ્યો છે. પહેલાં પૂજા થશે. ત્યારબાદ મહેલની અંદર જાનની એન્ટ્રી થશે. તમામ જાનૈયા સાફા તથા શેરવાનીમાં રાજપૂત અંદાજમાં જોવા મળશે.હલ્દી સેરેમનીમાં 20-25 મહેમાનો હતા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હલ્દી સેરેમની 8 ડિસેમ્બરના રોજ બપોરના સમયે યોજાઈ હતી. આ સમયે 20-25 મહેમાનો જ હતા. હલ્દી સેરેમની દરમિયાન બોલિવૂડ સોંગ્સ પ્લે કરવામાં આવ્યાં હતાં.વીણાએ આ પોસ્ટથી ઈશારો કર્યો છે કે તેમણે કેટરીનાના હાથમાં મહેંદી મૂકી હતી.ગુજરાતી આર્ટિસ્ટે મહેંદી મૂકી
7 ડિસેમ્બરે કેટરીના કૈફની મહેંદી સેરેમની ધામધૂમથી કરવામાં આવી હતી. કેટરીનાના હાથમાં વિકી કૌશલના નામની મહેંદી મુકાઈ ચૂકી છે. કેટરીનાને ગુજરાતણ વીણા નાગડાએ મહેંદી મૂકી હતી. વીણાએ સો.મીડિયામાં તસવીર શૅર કરીને આડકતરી રીતે કેટરીનાના હાથમાં મહેંદી મૂકી હોવાની વાત સ્વીકારી હતી. વીણા મહેંદી સેરેમની બાદ તરત જ હૈદરાબાદ જવા નીકળી ગઈ છે. વીણાએ બોલિવૂડના અનેક જાણીતા સેલેબ્સના હાથમાં મહેંદી મૂકી છે. વીણા નાગડા મૂળ ગુજરાતી છે.લગ્નનું કાર્ડ વાઇરલ
લગ્નમાં નો-ફોન પોલિસીની વચ્ચે સો.મીડિયામાં વિકી તથા કેટરીનાની કંકોત્રી વાઇરલ થઈ છે. આ કંકોત્રી કેટરીનાના ફૅન પેજ પર શૅર કરવામાં આવી છે.ઇવેન્ટ કંપનીએ વિનંતી કરી
વિકી-કેટના લગ્નમાં સામેલ થનારા મહેમાનોને ઇવેન્ટ કંપનીએ ગિફ્ટ હેમ્પર આપ્યું હતું. આ હેમ્પરમાં એક લેટર પણ હતો. આ લેટર સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ લેટરમાં કહેવામાં આવ્યું છે કે તમે મોબાઇલ ફોન રૂમમાં રાખો અને લગ્નના કોઈપણ પ્રોગ્રામની તસવીર ના લો તથા એને સો.મીડિયામાં શૅર ના કરો. જો કોઈ મહેમાન મોબાઇલ ફોન કામથી અંદર લઈ જવા માગે છે તો તેના મોબાઇલ કેમેરામાં ડિજિટલ મીડિયા સિક્યોરિટી સ્ટિકર લગાવવામાં આવે છે. આમ કરવાથી તે અંદર કોઈપણ રીતે ફોટો કે વીડિયો લઈ શકશે નહીં. જો કોઈ વ્યક્તિ સ્ટિકર કાઢવાનો પ્રયાસ કરે તો તેની પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.અંબાણીના દીકરામાં આ પ્રોટોકોલનો ઉપયોગ થયો હતો
આ પહેલાં મુકેશ અંબાણીના દીકરા આકાશના લગ્નમાં આમ કરવામાં આવ્યું હતું. પ્રિયંકા ચોપરાના લગ્નમાં પણ મોબાઇલ ફોન પર સ્ટિકર લગાવવામાં આવ્યાં હતાં.
વિકી કૌશલ વિન્ટેજ કારમાં આવશે; સાંજે 7 વાગે લગ્ન, ડેકોરેશન માટે 15 ટન ફૂલો આવ્યા
Views 145