જામનગરમાં ઉજવાશે પૃથ્વી અંબાણીનો જન્મદિવસ
નેધરલેન્ડથી આવશે રમકડા,100 બ્રાહ્મણ આપશે આર્શિવાદ
જન્મદિવસની સ્પેશિયલ કેક મુંબઈથી ફ્લાઈટમાં આવી
ભારતના જાણીતા ઉદ્યોગપતિઓની વાત કરીએ તો મુકેશ અંબાણીનું નામ ઘણું જાણીતું છે. આજે આકાશ અંબાણીના પુત્ર અને મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીનો જન્મદિવસ છે. પૌત્રના પહેલા જન્મદિવસને યાદગાર બનાવવા માટે પરિવારે જામનગરમાં ફાર્મ હાઉસમાં અનેક તૈયારીઓ કરી છે. પૃથ્વીના પહેલા બર્થડેને માટે એક ગ્રાન્ડ સેલિબ્રેશન યોજવામાં આવ્યું છે.

આ સેલેબ્સને અપાયું છે આમંત્રણ
પૃથ્વીના પહેલા બર્થડે માટે ખાસ કરીને ક્રિકેટર હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને ઝહીર ખાન પણ પરિવાર સાથે જામનગર પહોંચ્યા છે. જામનગર એરપોર્ટ પર સેલેબ્સને લઈને માહોલ જામી રહ્યો છે. સેલેબ્સ માટે આવવા અને જવાની પણ ખાસ વ્યવસ્થાની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે.
જન્મદિવસની સ્પેશિયલ કેક મુંબઈથી ફ્લાઈટમાં લવાઈ
દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી આકાશ અંબાણીનો જન્મ જામનગરમાં ઉજવવાનું પરિવારે નક્કી કર્યું છે. પરંતુ તેને માટે કેક તો મુંબઈથી મંગાવવામાં આવી છે. કેક ફ્લાઈટથી મંગાવવાની માહિતિ મળી રહી છે.
ખાસ પૂજાનું પણ કરાયું છે આયોજન
મુકેશ અંબાણીના પૌત્ર અને આકાશ અંબાણીના પહેલા જન્મદિવસે એક ખાસ પૂજાનું પણ જામનગરમાં આયોજન કરાયું છે. તેમાં 100 જેટલા બ્રાહ્મણો હાજર રહેશે અને પૃથ્વીને આર્શિવાદ આપશે.

માતાએ નેધરલેન્ડથી રમકડા મંગાવ્યા
પુત્ર પૃથ્વી અંબાણી માટે આકાશ અંબાણીની પત્ની અને પૃથ્વીની માતા શ્ર્લોકા અંબાણીએ નેઘરલેન્ડથી કેટલાક ખાસ રમકડા પણ મંગાવ્યા છે.
કેવું હશે મહેમાનો માટેનું ભોજન
પુત્ર પૃથ્વીના જન્મદિવસની પાર્ટી માટે કેટલાક ખાસ મહેમાનોનું આયોજન કરાયું છે. આ માટે ઈટાલી અને થાઈલેન્ડથી ઈન્ટરનેશનલ શેફની ટીમ બોલાવવામાં આવી છે. આ સાથે જ જામનગરના ફાર્મ હાઉસની આસપાસ જે ગામલોકો રહે છે તેમને પણ આ ખાસ ભોજન મોકલવામાં આવે તે માટેની વ્યવસ્થા પરિવારે કરી છે.
HBN TV NEWS