વર્ક ફ્રોમ હોમ માટે લાગુ થશે નવા નિયમ, સરકારે બનાવ્યો પ્લાન

Views 54

કોવિડ મહામારીના કારણે દેશ જ નહીં સમગ્ર વિશ્વમાં કામકાજની રીતમાં પરિવર્તન આવ્યુ છે. ઓમિક્રોનના વધતા કેસ અને ત્રીજી લહેરની આશંકાએ એકવાર ફરી વર્ક ફ્રોમ હોમને લઈને ચર્ચા ઝડપી કરી છે. 31 ડિસેમ્બરની સાંજે RPG ગ્રૂપના ચેરમેન હર્ષ ગોયંકાએ ટ્વીટ કરી જાણકારી આપી કે તેમની કંપનીએ તમામ કર્મચારીઓને તત્કાલ પ્રભાવથી ઘરેથી કામ કરવાનુ કહી દીધુ છે અને તમામ ઓફિસ પણ બંધ રહેશે. કંપની તરીકે આ એક મોટુ પગલુ છે તેમજ કર્મચારીઓ માટે સુવિધાજનક પણ.

વર્ક ફ્રોમ હોમ માટે કાનૂન લાવશે સરકાર
હજુ મોટાભાગના કાર્યાલયોમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની પણ સુવિધા આપવામાં આવી રહી છે. કેટલાક સરકારી ઓફિસમાં પણ વર્ક ફોમની સુવિધા પણ આપવામાં આવી છે. હવે કેન્દ્ર સરકાર એવા નિયમ લાવવા પર વિચાર કરી રહી છે જેના હેઠળ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના વિકલ્પને પસંદ કરવાનો અવસર મળશે. શ્રમ મંત્રાવયે આ માટે એક ડ્રાફ્ટ પણ જારી કર્યો છે. આ ડ્રાફ્ટમાં માઈનિંગ, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના કર્મચારીઓને સામેલ કરવામાં આવશે. આ પગલાથી ઓફિસના વર્ક કલ્ચરમાં મોટુ પરિવર્તન જોવા મળશે.
HRAમાં થઈ શકે છે ઘટાડો
આ હેઠળ કર્મચારીઓના હાઉલ રેન્ટ અલાઉન્સમાં ઘટાડા પર વિચાર કરવામાં આવી શકે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિમ્બર્સમેન્ટ કોસ્ટમાં વધારા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. શ્રમ મંત્રાલય તરફથી જારી વર્ક ફ્રોમ હોમ ડ્રાફ્ટ અનુસાર આઈટી સેક્ટરને નવા નિયમોમાં વિશેષ છૂટ મળી શકે છે. આઈટી કર્મચારીઓને વર્કિંગ ઓવરમાં પણ સગવડ મળશે. શ્રમ મંત્રાલય અનુસાર આઈટી સેક્ટરમાં કામ કરનારા કર્મચારીઓની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. શ્રમ મંત્રાલય અનુસાર સર્વિસ સેક્ટરની જરૂરિયાતના હિસાબે પહેલીવાર આ ખાસ મોડલને તૈયાર કરવામાં આવ્યુ છે.
સરકારે માગ્યા સૂચન
શ્રમ મંત્રાલયે નવા ડ્રાફ્ટસ પર સામાન્ય લોકો પાસેથી સૂચન પણ માગ્યા છે. જો આપ પણ પોતાના સૂચન મોકલવા ઈચ્છો છો તો 30 દિવસની અંદર શ્રમ મંત્રાલયની પાસે મોકલી શકો છો. આશા છે કે શ્રમ મંત્રાલય આ કાનૂનને એપ્રિલમાં લાગુ કરી શકે છે. સરકારના આ પગલાથી કર્મચારીઓને સગવડ મળી શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *