નેતા ઇસુદાન ગઢવીની પ્રોહિબિશનના કેસમાં ધરપકડ

Views 56

  • પ્રોહિબિશનના કેસમાં કરાઇ હતી ધરપકડ

  • ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસે કાર્યવાહી કરી 

  •  નશો કર્યો હોવાના આરોપ બાદ સિવિલમાં બ્લડ ટેસ્ટ કરાયો

“આપ” નેતા ઇસુદાન ગઢવીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પ્રોહિબિશનના કેસમાં ધરપકડ કરાઇ છે. તેમાં ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસે ધરપકડ કરી છે. તેમજ લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. જેમાં નશાની હાલતમાં ઇશુદાન ગઢવી ઝડપાયા હતા.

ઈસુદાને નશો કર્યો હોવાના આરોપ બાદ સિવિલમાં બ્લડ ટેસ્ટ કરાયો
ઉલ્લેખનિય છે કે ઈસુદાને નશો કર્યો હોવાના આરોપ બાદ સિવિલમાં બ્લડ ટેસ્ટ કરાયો હતો. ‘આપ’ના આગેવાન ઇસુદાન ગઢવીએ નશો કર્યો હોવાનું અને તેમના મોંઢામાંથી દારૂની દુર્ગંધ આવતી હોવાના આરોપ બાદ પોલીસે તેમની અટકાયત કરી તેને સિવિલ હોસ્પિટલ લઇ જઇ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યુ હતું. આ બ્લડ સેમ્પલને તપાસ અર્થે FLSમાં મોકલવામાં આવ્યુ હતુ. જેમાં રિપોર્ટ આવી ગયો છે તેમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જાણો શું હતો સમગ્ર મામલો:
ગુજરાતમાં 12 ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર અગાઉથી લીક થયા બાદ જેમ-જેમ તપાસ આગળ વધતી ગઇ, તેમ-તેમ રાજકારણ ગરમાતું હતુ. સરકાર દ્વારા પેપર લીક થયું હોવાનું સ્વીકારવામાં આવ્યા બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકારે ઘેરવાની એકપણ તક છોડવા નથી માંગતી.
ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય ગાંધીનગર સ્થિત કમલમ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા બોલાયેલા હલ્લાબોલ બાદ સર્જાયેલા ઘર્ષણ મામલે ભાજપના મહિલા કાર્યકર્તાએ આપના 6 આગેવાનો સહિત 500ના ટોળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કમલમમાં તોડફોડ, મહિલા કાર્યકર્તાઓ સાથે ઝપાઝપીથી લઇ શારીરીક અડપલા તેમજ પોલીસના જવાનો પર પણ હુમલો કર્યા જેવી ગંભીર બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે આપના 70 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જેમાં આપના ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાનો પણ સમાવેશ થાયો હતો. આ માથાકૂટમાં 3 પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ હતી.

પેપર લીક કૌભાંડ બાદ આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરવાના બદલે ભાજપના મુખ્ય કાર્યાલય કમલમને ટાર્ગેટ કર્યુ હતું. ‘આપ’ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કમલમ એકઠા થયા હતા. તેઓ દરવાજો ખોલીને કમલમમાં ઘુસી ગયા હતા. જ્યાં “ભાજપ હાય હાય” “પોલીસ હાય હાય”ના નારા લગાવતા મામલો ગરમાયો હતો. આપના કાર્યકર્તાઓએ કમલમના પગથિયા પર જ અડિંગો જમાવી રામધૂન પણ બોલાવી હતી.
જો કે આ દરમિયાન ભાજપના આગેવાનો અને પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. જે બાદ બંને પક્ષે મામલો બિચક્યો હતો. પોલીસે આપના કાર્યકર્તાઓ પર બળ પ્રયોગ કર્યો હતો. આ ઘટના બાદ ભાજપના મહિલા આગેવાન ડો. શ્રદ્ધા રાજપૂતે આમ આદમી પાર્ટીના 6 આગેવાનો સહિત 500ના ટોળા વિરૂદ્ધ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે 6 આગેવાનો સામે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમાં ગાંધીનગર આપના પ્રમુખ હસમુખ પટેલ, નીખીલ સવાણી, ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી, દિલ્હી ખાતેથી આવેલા આપના શિવકુમાર અને પ્રવિણ રામનો સમાવેશ થયો હતો.
નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *