યુવતીઓ ને પેટની ચરબી ઉતારવા માટે અસરકાર છે આ ઉપાય – વધવાની સમસ્યાનાં કારણ અને તેના ઉપાય! 

Views 155

પેટની આસપાસ જમા થઈ જાય છે ચરબી

આના હોઈ શકે છે ઘણા કારણો

યુવતીઓને પેટની આસપાસ ચરબી જામી જવાનાં કારણોમાં મોટાભાગે પ્રેગ્નન્સી, મેનોપોઝ, હોર્મોનની ગરબડ, થાઈરોઈડ અને પીસીઓડી એટલે કે પોલીસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ (બીજાશયની ગરબડ) હોય છે. આ બધાં કારણોમાં પ્રેગ્નન્સીનું કારણ એવું છે કે જે દરેક બહેનને ખબર હોય છે અને બાળકના જન્મ પછી કેટલીક ચોકસાઈ રાખીને પગલાં ભરે તો પેટ ઉપરની ચરબી દૂર થઈ જાય છે. બાકીનાં કારણો ડૉક્ટર પાસે ગયા પછી જાણવા મળે છે. તેની પણ ડૉક્ટર પાસે દવા કરાવો અને ડૉક્ટરનાં સૂચનોનો અમલ કરો તો પેટ ઉપરથી ચરબીના થર મોટાભાગે દૂર થઈ જાય છે. તમારું પેટ પહેલાં જેવું સપાટ થઈ જાય છે.

આ મેડિકલ કારણો સિવાય પણ અનેક કારણો એવાં છે જે તમારા પેટ ઉપર ચરબીના થર પાથરી દે છે. પેટની ઉપર દેખાતી ચરબી બે પ્રકારની હોય છે. એક: સબસ્ટેન્શિયસ ચરબી અને બીજી: વિસેરલ ચરબી.

સબસ્ટેન્શિયસ ચરબી ચામડીની નીચે જ જામે
પેટના નીચેના ભાગે જામતી ચરબીને સબસ્ટેન્શિયસ ચરબી કહે છે. તે ચામડીની અંદરના ભાગે જામવા લાગે છે અને તેથી પેટનો ભાગ ઝડપથી વજનદાર બનીને નીચે લટકવા લાગે છે. પોષક ખોરાક રોજેરોજ ખાવાથી અને પછી બેઠાડુ જીવન જીવવાથી આ ચરબીના થર જામતા રહે છે. એને દૂર કરવા કોઈ સારા ડાયટિશિયન પાસે તમારા ખોરાકમાં કેટલા કાર્બોહાઈડ્રેટ્સ, કેટલાં પ્રોટીન અને કેટલાં ફઈબરની જરૂર છે તે જાણી લો અને પછી એ મુજબ તમારો ખોરાક સેટ કરો.
રોજેરોજ ચાલવાની અને ઊઠ-બેસ કરવાની, યોગાસન વડે કમરને આમતેમ ખેંચવા-વાળવાની કસરતો નિયમિત કરવા લાગો. આ પ્રક્રિયા રોજેરોજ નિયમિત રીતે કરતા રહેશો તો તમારા પેટની ચામડી નીચે જામી ગયેલી ચરબી ધીમેધીમે ઓછી થતી રહેશે. ધીરજપૂર્વક કરતા રહેશો તો લાંબા સમયે તમારું પેટ બિલકુલ સપાટ થઈ જશે.
અહીં એક વાતનો ખુલાસો ફ્રી એક વખત કરી લઈએ. શરીરના કોઈપણ ભાગ ઉપર કોઈપણ કારણે જામી ગયેલી ચરબી ઓછી કરવા માટે તમારે ખોરાક ઓછો કરી દેવાની બિલકુલ જરૂર નથી હોતી. માત્ર ખોરાકનો પ્રકાર બદલવાની જરૂર હોય છે. ખોરાકનું પ્રમાણ તો એ જ રાખવું, નહીંતર વધુ મોટી આફ્તમાં આવી જશો.
વિસેરલ ચરબી અંદરનાં અંગો ઉપર જામે
બીજા પ્રકારની વિસેરલ ચરબી ચામડીની નીચે નહીં તમારા પેટના ભાગે આવેલાં આંતરડાં અને આંતરડાંની વચ્ચે આવેલાં લિવર, કિડની જેવાં અંગો ઉપર જામે છે. આ ચરબી તમારી રોજેરોજની કસરતના પ્રમાણ કરતાં વધારે પ્રમાણમાં પોષક આહાર લેવાથી જામે છે. તમે રોજેરોજ શરીરને શ્રામ પડે એવાં કામ તો કરતા જ રહો છો, પરંતુ પછી જે ખોરાક લો છો એ તમારા શારીરિક કામથી વપરાતી ઊર્જા કરતાં વધારે ઊર્જા આપનાર હોય છે. એટલે વધારાની ઊર્જા તમારાં આંતરડાંની આસપાસ તથા આંતરડાંને અડીને આવેલાં અંગોમાં જામવા લાગે છે. એનાથી છુટકારો મેળવવા માટે તમારા ડાયટિશિયનને મળવું અનિવાર્ય છે. એ તમારા બોડી ટાઈપ અને તમારી રોજેરોજની કસરતને ધ્યાનમાં રાખીને તમારા ખોરાકમાં ફેરફાર કરાવશે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *