2021 એ મૃત્યુનું વર્ષ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
- નવેમ્બર માસમાં 21 તારીખ સુધીમાં 78 મૃત્યુ થયા
સંદેશ ન્યૂઝ આજે મોત પર સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે જે જાણી આપ ચોકી જશો. આરોગ્યના મોટા દાવાઓ વચ્ચે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. ત્યારે આવો જોઈએ મોતના આંકડાઓ.
સોલા સિવિલ હોસ્પિટલમાં જ માત્ર હજારોમાં મોત થયા
2021 એ મૃત્યુનું વર્ષ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સંદેશ ન્યૂઝએ કરેલી તપાસમાં ચોકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં કોરોના મહામારી અને અન્ય રોગોથી હજારો દર્દીઓ મોતને ભેટ્યા છે. અમદાવાદ શહેરમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં જ માત્ર હજારોમાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ પૂર્વ અને ગ્રામ્યના દર્દીઓ અહીંયા સારવાર માટે આવતા હોય છે. જે અલગ અલગ રોગોની સારવાર અહીંયા લેતા હોય છે. અને જેમાં હજારો મ્રુત્યુ પણ પામે છે.
સૌથી વધુ કેસ એપ્રિલ અને મે માસમાં નોંધાયા
કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના ચોકાવનારા આંકડાઓ પણ સામે આવ્યા છે. કોરોના મહામારીમાં સૌથી વધુ કેસ એપ્રિલ અને મે માસમાં નોંધાયા હતા. જેમાં મોતનો આંકડો માત્ર સોલા સિવિલ હોસ્પિટલમાં જ હજાર સુધી પહોંચે છે. જ્યારે એપ્રિલ અને મે અન્ય બીમારીઓ એટલે કે ઋતુગત રોગચાળો રહેતો હોય છે એટલે તેમાં પણ મૃત્યુ આંક ઉચો ગયો છે. જાન્યુઆરી 2021 થી નવેમ્બર 2021 સુધીમાં સોલા સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ રોગોના દર્દીઓ અહીંયા સારવાર માટે આવ્યાં હતાં. જેના ચોકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં થયેલા જનરલ રોગોથી અને કોરોનાથી થયેલા મૃત્યુના આંકડાઓની વાત કરીએ તો,
– જાન્યુઆરી 2021માં 154 મૃત્યું
– ફેબ્રુઆરી 2021માં 117 મૃત્યું
– માર્ચ 2021માં 154 મૃત્યું
– એપ્રીલ 2021માં 636 મૃત્યું – કોરોના મહામારી
– મે 2021માં 420 મૃત્યું – કોરોના મહામારી
– જૂન 2021માં 133 મૃત્યું
– જુલાઇ 2021માં 115 મૃત્યું
– ઑગસ્ટ 2021માં 160 મૃત્યું
– સપ્ટેમ્બર 2021માં 149 મૃત્યું
– ઑક્ટોબર 2021માં 136 મૃત્યું
અને ચાલુ નવેમ્બર માસમાં 21 તારીખ સુધીમાં 78 મૃત્યું થયા છે. તથા ચાલુ વર્ષમાં માત્ર સોલા સિવિલ હોસ્પિટલમાં 2252 લોકોના મૃત્યૃ થયા છે. આ આંકડાઓ અમે નથી કહી રહ્યાં સોલા સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ખુદ આ આંકડાઓનો સ્વીકાર કરે છે. તેમને માસ પ્રમાણે થયેલા મૃત્યુઓના આંકડાઓનું ગણિત પણ સમજાવ્યું છે.
HBN TV NEWS