મોબાઈલની લત્ત મોત સુધી લઈ ગઈ:જસદણમાં માતાએ ‘મોબાઈલ મૂકી કામમાં મદદ કર’ કહેતા પુત્રીને માઠુ લાગ્યું, એસિડ પી જિંદગી ટૂંકાવી

Views 129

મોબાઈલની લત્ત મોત સુધી લઈ ગઈ:જસદણમાં માતાએ ‘મોબાઈલ મૂકી કામમાં મદદ કર’ કહેતા પુત્રીને માઠુ લાગ્યું, એસિડ પી જિંદગી ટૂંકાવી

 

     મોબાઇલની લત્તમાં વધુ એક જિંદગીનો ભોગ લેવાયો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના જસદણમાં મોબાઈલમાં વ્યસ્ત રેહેતી 17 વર્ષની પુત્રીને માતાએ મોબાઈલ મૂકી થોડી કામમાં મદદ કરવા કહ્યું હતું, માતાના આ ઠપકાથી પુત્રીને માઠુ લાગતા ઘરમાં જઈ એસીડ પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

*બાથરૂમમાં જઈ એસીડ પી લીધું
જસદણના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતી તરૂણીને તેની માતાએ કહ્યું હતું કે, ઘરકામ પડ્યું છે, પહેલા કામ કર પછી મોબાઈલ જોજે, હમણા ફોન મૂકી દે. આ બાબતે પુત્રીને માઠુ લાગતા ઘરમાં પડેલું એસિડનું ડબલું લઈ બાથરૂમમાં જઈ પી લીધું હતું. બાદમાં બાથરૂમમાં બેભાન થઈ પડી ગઈ હતી. આથી પરિવારને જાણ થતા બાથરૂમનો દરવાજો ખોલતા બેભાન હાલતમાં મળી આવી હતી. તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે પ્રથમ જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ અહીં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

જસદણ પોલીસે પરિવારજનોના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી (ફાઈલ તસવીર)
                                      જસદણ પોલીસે પરિવારજનોના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી (ફાઈલ તસવીર)

*બે દીકરા અને એક દીકરીમાં દીકરીનું મોત થતા પરિવાર આઘાતમાં
આજે સારવાર દરમિયાન તરૂણીનું મોત નીપજતા સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી. બાદમાં જસદણ પોલીસે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડી પરિવારજનોનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બે દીકરા અને એક દીકરીમાં દીકરીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

                                                                                                                                                                                             અહેવાલ – ઈલા મારૂ 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *