મોગલ માતાના ભક્તોને ઠેસ પહોંચી, લોકોએ આપી રાહુલ વૈદ્યને મારી નાખવાની ધમકી

Views 133

રાહુલ વૈદ્યના ગીતને જોઇને ભડક્યા લોકો

આ કારણે શરુ થયો વિવાદ

ભૂલ સુધારવા માંગ્યો સમય

ઇન્ડિયન આઇડલ ફેમ રાહુલ વૈદ્યએ તાજેતરમાં જ નવરાત્રિ નિમિતે તેનું નવું ગીત ‘ગરબે કી રાત’ રિલીઝ કર્યું છે. આ ગીત રિલીઝ થતાં જ હિટ થયું અને પછી હવે આ ગીત પર વિવાદ પણ ઉભો થયો છે અને તેને આ માટે જીવથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે.
રાહુલે આ ગીત ભૂમિ ત્રિવેદી સાથે મળીને ગાયું છે, આ ગીતના વિડીયોમાં નિયા શર્મા રાહુલ સાથે ગરબા કરતી જોવા મળી રહી છે. એક તરફ લોકો આ ગીત પર ઝૂમતા દેખાયા તો બીજી તરફ આ ગીત પર વિવાદ શરૂ થયો છે. વિવાદ એ હદે વધી ગયો છે કે આ ગીતને કારણે રાહુલને જીવથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી છે. આ મામલાને જોતા હવે રાહુલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરવાનું વિચારી રહ્યો છે.
મોગલ માનો ઉલ્લેખ ન કરો
રાહુલ વૈદ્યનું આ ગીત ગુજરાતમાં પૂજનીય દેવી ‘શ્રી મોગલ મા’ પર આધારિત છે. ગુજરાતમાં તેમની ખાસ માન્યતા છે. મોગલ માના ભક્તોને ગીતમાં તેનો ઉલ્લેખ પસંદ આવી રહ્યો નથી. તેઓ ઇચ્છે છે કે ગીતમાંથી મોગલ માનો ઉલ્લેખ હટાવી દેવામાં આવે. ગીત રિલીઝ થયા બાદ રાહુલને ધમકીઓ મળી રહી છે.
મળી મારી નાખવાની ધમકીઓ
રાહુલને સોશિયલ મીડિયા પર આ ગીતને લઈને સતત ધમકીઓ મળી રહી છે. વાત તો એટલે સુધી પહોંચી ગઈ છે કે તેને મેસેજ અને કોલ પર જીવથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી છે. આ બાબતની ગંભીરતાને જોતા રાહુલ હવે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવશે.
આ બાબતે રાહુલનું કહેવું છે કે તે કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા માંગતો નથી. ફક્ત તેમને થોડા દિવસોનો સમય આપો. આ ગીતમાં બદલાવ કરવામાં થોડો સમય લાગશે, પરંતુ લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને આમાં બદલાવ કરવામાં આવશે.
‘ગરબે કી રાત’ ગીતમાં નિયા શર્મા અને રાહુલ વૈદ્ય પહેલીવાર સાથે જોવા મળ્યા છે. આ ગીત રિલીઝ થયા બાદથી સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે અને હવે લોકો ભારે ઉશ્કેરાઈ પણ રહ્યા છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *