કલોલના સાંતેજમાં રહેતો પરિવાર મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના કલદેવા ગામનો શ્રમજીવી પરિવાર અને દશ વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ આચરવાના ઇરાદે આરોપીને કોર્ટે કડક વલણ લઈને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી દીધી સમગ્ર મામલામાં સન્નાટો છવાઈ ગયો હતો.
કલોલ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં જેમાં મધ્યપ્રદેશનો પરિવાર સાંતેજ વિસ્તારમાં રહેતો હતો. તે સમયે પોતાના ઘરમાં સૂતેલી બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીએ દશ વર્ષની માસૂમ બાળકીને દુષ્કર્મ કરવાના આશયથી મોઢું દબાવીને તેની પાસે પડેલ વીવો કંપનીનો મોબાઇલ સહિત અપરણ કરી નજીકમાં આવેલા ખેતરમાં લઈ જઈ બાળકી રડવા લાગતા બાળકીને લાફા મારી તેની સાથે બળજબરી કરીને દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ કર્યા બાદ જો આ વાત કોઈને કહીશ તો ફરીથી આવીને જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપીને તેની પાસેથી મોબાઇલ લઈને લૂંટ પણ કરી હતી. જે બાબતનો ગુનો સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.
જેમાં કલોલ કોર્ટના એડિશનલ સેશન્સ જ્જ એ.એ. નાણાવટીએ ફરિયાદીના તરફની વકીલની ધારદાર રજૂઆત તેમજ દલીલો સાંભળીને આરોપીને કડકમાં કડક સજા એટલે કે આરોપી જ્યાં સુધી છેલ્લો શ્વાસ લે ત્યાં સુધીની સજા ફટકારી હતી. જે સમગ્ર મામલામાં કલોલ કોર્ટના જજ તેમજ ફરિયાદી તરફના વકીલે પરપ્રાંતિ પરિવારને ન્યાય આપીને બંધબેસતો દાખલો બેસાડી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, આરોપીએ આવી રીતે ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં એક બાળકીનું મોત પણ નીપજ્યું હતું. આરોપી પહેલેથી જ ગુનાહિત કૃત્ય તેમજ ચોરી તેમજ લૂંટ કરી અગાઉ પણ ગુના કરી ચૂકેલો હતો. જે બાબતના ગુનાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. 2022માં બનેલો બનાવની ટૂંક જ સમયમાં સજા ફટકારીને બાળકીને ન્યાય અપાવ્યો હતો.