ડીસામાં આખલો વચ્ચે આવતાં‎ એક્ટિવા સ્લિપ ખાતાં યુવકનું મોત‎

Views 49

ડીસામાં શુભમ પાર્ટી પ્લોટ નજીક આખલો વચ્ચે આવતાં એક્ટીવા સ્લીપ ખાઇ જતાં એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે એક્ટીવા ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. મૃતકના પિતાએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે એક્ટીવા ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના મોટા ગામના મુકેશજી લાલજી ઠાકોર પોતાનું એક્ટિવા નંબર જીજે-24-એપી-6434 લઇને 25 ફેબ્રુઆરીએ પોતાના મિત્ર સાહીલને મળવા પાલનપુર હાઇવે ઉપર આવેલ અપના ઓટો કન્સલ્ટમાં ગયા હતા. દરમિયાન ડીસાના રાજપુર રોડ ઉપર અમનપાર્કમાં રહેતા અને મુળ ઇડરના સાહીલ જાકીરહુસૈન મેમણને ઘરે મુકવા જતાં રસ્તામાં શુભમ પાર્ટી પ્લોટ નજીક આખલો વચ્ચે આવી જતાં એક્ટીવા ચાલક મુકેશજી ઠાકોરએ સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં એક્ટીવા સ્લીપ ખાઇ જતાં મુકેશજીને સામાન્ય ઇજા થઇ હતી.

જ્યારે પાછળ બેઠેલ સાહીલને શરીરએ ગંભીર ઇજાઓ થતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેથી મૃતકના પિતા જાકીરહુસૈન રસુલભાઇ મેમણએ શુક્રવારે ડીસા દક્ષિણ પોલીસ મથકે એક્ટીવા ચાલક મુકેશજી લાલજી ઠાકોર સામે 14 દિવસ બાદ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *