મહેસાણાના નંદાસણના સરસાવ પાસેથી LCBએ થર્ટી ફર્સ્ટ પહેલા પોણા સાત લાખનો દારૂ ઝડપી પાડ્યો

Views 65

મહેસાણા જિલ્લાના નંદાસણ નજીક આવેલા સરસાવ ગામની સીમમાં બુટલેગરે વિદેશી દારૂ મંગાવી ખેતરની ઓરડીમાં રાખ્યો હોવાની જાણ મહેસાણા એલસીબીની ટીમને થતા પોલીસે છાપો મારી બુટલેગરે ની થર્ટી ફર્સ્ટ બગાડી દીધી છે. તેમજ રેડ દરમિયાન પોલીસે 6.81 લાખનો વિદેશી દારૂ ઝડપી વધુ તપાસ આદરી છે.

વર્ષના છેલ્લા દિવસ એટલે કે થર્ટી ફર્સ્ટ પહેલા જ મહેસાણા એલસીબીની ટીમે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી બુટલેગરની થર્ટી ફર્સ્ટ બગાડી દીધી છે.મહેસાણા જિલ્લામાં આવેલા નંદાસણ તાલુકામાં આવેલા સરસાવ ગામમાં આવેલ સીમમાં જાંબુડીવાળા આંટામાં ટેબાવાળા ખેતરમાં સોઢા રણજીત ભીખુજી એ વિદેશી દારૂ બહારથી લાવી ખેતર માં છુપાવી રાખ્યો હોવાની બાતમી મહેસાણા એલસીબી ટીમને મળી હતી.

બાતમી મુજબ બુટલેગરે વિદેશી દારૂ ખેતરમાં રાખી હાલમાં વેપાર કરે છે જેથી પોલીસે દરોડો પાડી તપાસ દરમિયાન બોરડીના ઝાડ નીચેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.જેમાં અલગ અલગ બ્રાન્ડ નો દારૂની પેટીઓ પડી હતી. સમગ્ર મામલે ખેતરના માલિકની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે ખેતર બુટલેગરે ના પિતાનું છે સમગ્ર મામલે પોલીસે 142 પેટીઓ મળી કુલ 6,81,300નો મુદ્દામાલ જપ્ત કરી સોઢા રણજીત બીખુજી વિરુદ્ધ વધુ તપાસ આદરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *